March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બ્‍લ્‍યુ સ્‍ટાર ફૂટબોલ ક્‍લબ દ્વારા સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.03 : સેલવાસના સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે બ્‍લ્‍યુ સ્‍ટાર ફૂટબોલ ક્‍લબ દ્વારા ત્રણ દિવસીય નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે જેનું ઉદ્‌ઘાટન દાનહ જિલ્લા પંચાયત સીઈઓ ડો. અપૂર્વ શર્માના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ ટુર્નામેન્‍ટમાં 16 ટીમોએ ભાગ લીધો છે. જેમાં 14 ટીમ ગ્રામીણ વિસ્‍તારની અને બે ટીમો બહારની છે. ફૂટબોલ ટૂર્નામેન્‍ટની ફાઈનલમાં વિજેતા ટીમને ચેમ્‍પિયન ટ્રોફી અને રનર્સ અપ ટીમને ટ્રોફી તથા પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવશે. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાન, જિ.પં. સભ્‍ય શ્રી વિપુલ ભુસારા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી અપ્‍પુ પટેલ, મહામંત્રી શ્રી મનીષ દેસાઈ સહિત જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો અને ફૂટબોલ પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં પોન્‍ઝી સ્‍કીમમાં રોકાણકારો ફસાયા: કરોડોનું ફુલેકુ ફેરવી સંચાલકો ફરાર થઈ ગયા

vartmanpravah

સરીગામ પંચાયતે પ્રિમોન્‍સૂન કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટરના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

સેલવાસની ગુમ થયેલી દમણ નર્સિંગ કોલેજની પ્રિન્‍સીપાલ કનીમોઝી અર્મૂગમની હત્‍યા : કોલેજના એકાઉન્‍ટન્‍ટ સાવન પટેલની ધરપકડ

vartmanpravah

Leave a Comment