October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03 : દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરીએથી આપવામાં આવેલ દિશા-નિર્દેશ અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ દબાણો દૂર કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સેલવાસ વિભાગમાં ટોકરખાડા બસ સ્‍ટેન્‍ડ નજીકસરકારી જમીન પર એક ગેરકાયદેસર ઘર બનાવવામાં આવેલ હતું તેઓને પ્રશાસન દ્વારા નોટિસ અને મૌખિક રૂપે સૂચિત કરવામા આવેલ છતાંપણ તેઓએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા ન હતા. જેને પ્રશાસનની ટીમે આજે જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ પાતલિયા ફળિયામાં ગેરકાયદેસર ઢાબો બનાવવામાં આવ્‍યો હતો એને પણ મહેસૂલ વિભાગની ટીમ તોડી પાડવા માટે પહોંચી હતી, પરંતુ ઢાબાના માલિકે જાતે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરીહતી.
પ્રશાસન જાહેર જનતાને અનુરોધ કરે છે કે જે કોઈએ પણ સરકારી જમીન ઉપર, સરકારી કોતર અને નહેર ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેને જાતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને કાયદેસર રીતે હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

દાનહની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત મસાટ ખાતેની દાલમિયા પોલી પ્રો પ્રાઈવેટ લિ. કંપનીમાં બુધવારે મળસ્‍કે લાગેલી ભીષણ આગ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

વલસાડ હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિંદુ પર થતા અત્‍યાચાર વિરોધમાં જનજગૃતિ રેલી યોજાઈ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘આરોગ્‍ય, સંપત્તિ અને સુખ” ના વિષય ઉપર યોગ સંવાદ યોજાયો

vartmanpravah

વાંસદા માર્ગ ઉપર હ્યુન્‍ડાઈ કાર અને મારુતિ કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

vartmanpravah

Leave a Comment