October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સની ચૂકવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં ૯૦ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ માટે રાજય સરકાર દ્વારા બે એડિશનલ કલેકટર તથા પાંચ નાયબ કલેકટરની ફાળવવામાં આવ્યા હતાં.
જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીનાં સર્વેમાં નવસારી (શહેર)માં ૪૫ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૧,૪૪૧ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાપાત્ર છે. જેમાંથી ૭,૬૬૨ વ્યકિતઓને રૂા.૪૨ લાખથી વધુ રકમ ચૂકવાઇ ગઇ છે.૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાના બાકી છે. ચૂકવણીની કામગીરી ચાલુ છે. નવસારી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાઇ હતી. સર્વેમાં ૧૩૯૯ વ્યકિતઓને ચૂકવાપાત્ર હતાં તેઓને કુલ રૂા.૨,૭૬,૫૪૦/- ચૂકવવામાં આવ્યા હતાં.
જલાલપોર તાલુકાની ૪ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ સર્વેમાં ૨૬૭૨ વ્યકિતઓને કેશડોલ્સ રૂા.૪,૨૭,૧૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી શહેરમાં ૧૪ ટીમો દ્વારા સર્વે કરી ૫૯૦૧ વ્યકિતઓને રૂા.૧૮,૩૩,૩૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વે કરી ૮૭૨૮ વ્યકિતઓને રૂા.૯,૧૨,૦૨૦ ચૂકવવામાં આવ્યાં હતાં. જયારે વાંસદા તાલુકામાં ૯ ટીમો દ્વારા ૨૯૪ વ્યકિતઓને ૭૩૪૮૦ ચૂકવણી કરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં કુલ ૯૦ ટીમો દ્વારા ૬૫,૫૦૩ વ્યકિતઓમાંથી ૬૧,૭૨૪ વ્યકિતઓને રૂા.૨,૦૪,૦૭,૪૪૦/- ચૂકવવામાં આવ્યાં છે. બાકી રહેલા ૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાની કામીગીરી ચાલુ છે.

Related posts

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment