October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડમાં ભીખ માંગવા બાળકોને લઈ આવેલી છ મહિલાઓ સિફતથી ઘરમાં ઘુસી 3 લાખના ઘરેણાં ચોરી ગઈ

દરવાજો બંધ કરી ઘર માલિક બેન કપડા ધોઈ રહ્યા હતા, ત્‍યારે મહિલાઓ ચોરી કરી પલાયન : ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19
વલસાડના પાવર હાઉસ પાસે આજે ધોળા દિવસે ચોરીની ઘટના ઘટી હતી. ચાર નાનાબાળકોને લઈ છ જેટલી મહિલાઓ મહોલ્લામાં ભીખ માંગવા આવી હતી. બંધ મકાનમાં મહિલાઓ સિફતથી ઘૂસીને કબાટ તોડી અંદર રહેલા ત્રણ લાખના ઘરેણા ચોરી ફરાર થઈ ગઈ હતી.
વલસાડ પાવર હાઉસ વિસ્‍તારમાં રહેતા રાજુભાઈ ઈશ્વરભાઈ નાયકાના મકાનમાં સવારે 11 વાગ્‍યે તેમના બે કપડા ધોવા મકાન બંધ કરી સામી બાજુએ બેઠા હતા. ત્‍યારે છ જેટલી મહિલાઓ ચાર નાના બાળકો સાથે ત્‍યાં આવી હતી. બંધ ઘરમાં ઘુસી તિજોરી તોડી અંદર રહેલા ત્રણ લાખના ઘરેણાં ચોરીને આબાદ રીતે ઘરની બહાર નિકળી હતી. તે દરમિયાન રાજુભાઈ ઉપરથી નીચે આવીને મહિલાઓને હાંકી કાઢી હતી. પરંતુ ખુલ્લા ઘરમાં જઈને જોયુ તો કબાટ તુટેલું હતુ અને ઘરેણા ચોરાઈ ગયા હતા.
પાલિકાના ઉપ પ્રમુખ શ્રી કિરણભાઈને રાજુભાઈએ જાણ કરી રાજુભાઈ ઘટના સ્‍થળે આવીને સીસીટીવી ફૂટેજ તપસ્‍યા તો ઘટના કેદ થઈ હતી. ફૂટેજ લઈને તેઓએ સી.ટી.પોલીસમાં રાજુભાઈ સાથે ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશ્વના ટોચના ફ્રી સ્‍ટાઈલ ફૂટબોલરનું આયોજન થયું

vartmanpravah

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની ખેલાડી બેહેનોની ફૂટબોલ સ્‍પર્ધા માટે રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી

vartmanpravah

Leave a Comment