September 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03 : દાદરા નગર હવેલીના ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દા પર અને ગ્રામ પંચાયતના વિકાસ યોજના જન યોજના સંદર્ભે જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી ડો. અપૂર્વ શર્માની અધ્‍યક્ષતામાં અને સરપંચ શ્રી દામુભાઈ જેઠિયાભાઈ બડઘાની ઉપસ્‍થિતિમાં આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામ પંચાયતના વિકાસના સંદર્ભે વિવિધ યોજનાઓ અને મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી, સાથે નાણાંકીય વર્ષ 2023-’24 માટેના એક્‍શન પ્‍લાન મુજબ કરવામાં આવનાર વિકાસકામો અંગે ગ્રામસભામાં ઠરાવની મંજૂરી મેળવી હતી.
અત્રે નોંધનીય છે કે, આ ગ્રામસભામાં ગ્રામજનોની પાંખી હાજરી જોવા મળી હતી. આ અવસરે આસિસ્‍ટન્‍ટ ડીપીઓ શ્રી મિતેષ પાઠક, જિ.પ.સભ્‍ય શ્રીમતી જશોદાબેન રવિન્‍દ્રભાઈ પટેલ, ડેપ્‍યુટી સરપંચ સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ, બેન્‍કના અધિકારીઓ તથા ગ્રામ પંચાયતના સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવાયો

vartmanpravah

મોટી દમણની પરિયારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ‘નશામુક્‍ત ભારત’ની લેવામાં આવેલી પ્રતિજ્ઞા

vartmanpravah

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

સરકાર દ્વારા સ્‍કૂલવર્ધીવાળા વાહનોને ફરજીયાત ટેક્‍સી પાસિંગના આદેશ વચ્‍ચે ચીખલી તાલુકાની બે સરકારી પ્રાથમિક શાળાઓમાં જ ટ્રાન્‍સપોર્ટેશનની સુવિધા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

Leave a Comment