September 9, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ સેન્‍ટ પોલ ચર્ચ ખાતે આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્‍તી સમુદાયના લોકો દ્વારા પ્રોસેશન તથા પ્રાર્થના કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુડ ફ્રાઈડે નિમિત્તે સેન્‍ટ પોલ ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ખ્રિસ્‍તી સમુદાયના લોકો દ્વારા ભગવાન ઈશુ ખ્રિસ્‍તને પ્રોસેશન સ્‍વરૂપ એ ફિરંગી વાડામાં ફેરવવામાં આવ્‍યા. આજરોજ ખ્રિસ્‍તી સમુદાયના લોકોએ સેન્‍ટ પોલ ચર્ચ ખાતે પહેલા પ્રાર્થના કર્યા બાદ ઈશુભગવાનને ડોઢ લાકડા પર અમુક ઈશમો દ્વારા હાથ પગમાં ખીલો મારી દેવામાં આવે છે, તે આખૂ દશ્‍ય પ્રદર્શીત કરવામાં આવ્‍યું, અને તેને દોઢ લાકડા પરથી ધીરે ધીરે ઉતારવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે ચર્ચનું વાતાવરણ શોકમય બન્‍યું હતું. ત્‍યાર બાદ મધર મેરીની મૂર્તિ અને પ્રાર્થના સાથે પ્રોસેશન સ્‍વરૂપે ફિરંગી વાડાના મુખ્‍ય માર્ગો પર ફેરવ્‍યા અને માર્ગમાં આવતા દરેક નાના નાના દેવળોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. જ્‍યાં લોકોએ ઈશુ ભગવાનના દર્શન કર્યા હતા. ગત રવિવારના રોજ ઈશુ ભગવાનના ખંભા પર ડોઢ લાકડાને રાખી જુલુસ કાઢવામાં આવ્‍યું હતું, અને ગુડ ફ્રાઈડેના રોજ એટલે શુક્રવારે ભગવાનને મૃત હાલતમાં પ્રોસેશન કાઢવામાં આવી હતી.

Related posts

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

Leave a Comment