August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મજીગામમાં પરિવાર મુંબઈ જતા તસ્‍કરોએ રાત્રે ઘરમાં ઘૂસી રોકડ તથા દાગીના મળી રૂા.1.10 લાખની મત્તા ચોરી ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: ચીખલીના મજીગામમાં પરિવાર ઘર બંધ કરી મુંબઈ દીકરીના ઘરે જતા રાત્રિ દરમિયાન તસ્‍કરોએ ધાપ મારી રોકડા, સોનાના દાગીના સહિત રૂા.1.10 લાખની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી પ્રવિણાબેન નટુભાઈ ગજ્જર (રહે. ડેરી કોલોની, મજીગામ, તા.ચીખલી) જે તા.05/11/2022ના રોજ પતિ અને પુત્ર સાથે મુંબઈ તેમની દીકરી સ્‍વીટીના ઘરે ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે કોઈ ચોર ઈસમ ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા રોકડા રૂપિયા 15000 તેમજ રૂમમાં આવેલ પલંગના નીચે એક થેલીમાં સોનાના ઘરેણાં રાખેલા હતા. જેમાં સોનાની બંગડી આઠ નંગ, સોનાની વિંટી ત્રણ નંગ, સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, અમેરિકન ડાયમંડના સોનાના કાપ, સોનાની કાનસેર, નાકની જડ મળી કુલ્લે રૂા.1,10,000/- ની મત્તાની ચોરી જતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

વાપીથી 36 કી.મી. દૂર તલાસરી સરહદે ભૂકંપના આફટર શોક આંચકા : લોકોમાં ગભરાટ

vartmanpravah

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

દમણ જિ.પં.ની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોના અનેક કામો ઉપર મંજૂરીની મહોરઃ જિ.પં. ફરી એકવાર ધબકતી થઈ હોવાનો અહેસાસ

vartmanpravah

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા

vartmanpravah

Leave a Comment