December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: ચીખલી તાલુકાના ખુડવેલ નવા નગર ખાતે રહેલા લીલાબેન બુધાભાઈ હળપતિ (ઉ.વ-47)ની માલિકીવાળી વડીલો પાર્જીત ગામના સર્વે નંબર 252 જૂની શરતની 73-એએ વાળી 01-28-07 (હે.આર.ચોમી) ક્ષેત્રફળ વાળી જમીન તેઓ સત્તાવીસ વર્ષ અગાઉથી આરોપીઓ પાસેથી કબ્‍જો માંગતા હતા. ત્‍યારે હાલમાં જે પાક તૈયાર કરેલ છે. તે ઉતારીને આપી દઈશું તેમ આજદિન સુધી જમીનનો કબજો ના આપી ખેતી પણ ન કરવા દેતા અને ખેતી કરવા જાય તો ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી કોઈપણ સંજોગોમાં જમીનનો હક કબજો આપીશું નહીં અને ખેતી કરવા દઈશું નહીં તેમ જણાવતા લીલાબેન હળપતિએ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ જિલ્લા કલેકટરને સંબોધિ ફેબ્રુઆરી 2022માં મહેસૂલ વિભાગમાં ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતાં જુલાઈ-2022માંજિલ્લા કલેકટરના અધ્‍યક્ષપણા હેઠળ રચાયેલ સમિતિની બેઠકમાં આરોપીઓ વિરુદ્ધ પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો સ્‍થાપિત થતો હોવાથી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
ત્‍યારબાદ પોલીસે સાદડવેલ ગામના તાટી ખાડી ફળિયામાં રહેતા સુમન બાપુડિયાભાઈ પટેલ, રાજુ સુમન પટેલ, દશરથ સુમન પટેલ, સાયલાભાઈ બાપુડિયાભાઈ પટેલ, દિલીપ સાયલભાઈ પટેલ, રવિન્‍દ્ર સાયલાભાઈ પટેલ, સંગીતા રવિન્‍દ્ર પટેલ, નયના રાજુભાઈ પટેલ, રીટાબેન નરેશભાઈ પટેલ, નગીનભાઈ બાપુડિયાભાઈ પટેલ, સુરેશ નગીન પટેલ, વિજય નગીન પટેલ, મધુબેન દશરથભાઈ પટેલ સહિત 13 જેટલા સામે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્‍ડ ગ્રેબિંગ) અધિનિયમની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્‍કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો

vartmanpravah

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment