September 8, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

એક મહિના પહેલાં ઘર છોડી ચાલી ગયેલ સગીરાને 1000 કિ.મી. દૂરથી શોધી દમણ પોલીસે પોતાના માતા-પિતા સાથે કરાવેલો મેળાપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ પોલીસે એક મહિના પહેલાં ઘર છોડી ચાલી ગયેલી સગીરાને 1000 કિલોમીટરના અંતરથી શોધી કાઢી પોતાના માતા-પિતા સાથે મેળાપ કરાવવાનું ઉમદા કાર્ય કર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.3જી મેના રોજ ફરિયાદીએ પોતાની 15 વર્ષની દિકરી ઘર છોડીના ચાલી ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્‍ટેશને આઈ.પી.સી.ની કલમ 363 અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
નાની દમણ પોલીસ સ્‍ટાફે અલગ અલગ ટીમ બનાવી ગુમ થયેલ સગીરાની બાબતમાં વધુમાં વધુ જાણકારી મેળવી હતી અને પડોશી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરી વધુ માહિતી પણ પ્રાપ્ત કરી હતી. તદ્‌ઉપરાંત ટેક્ષી સ્‍ટેન્‍ડ, બસ સ્‍ટેન્‍ડ, રીક્ષા સ્‍ટેન્‍ડ, રેલવે સ્‍ટેશન જેવા જાહેર સ્‍થળો તથા ફરિયાદીના પૈતૃક ગામમાં પણ શોધખોળ કરવામાં આવી હતી. પોતાના નજીકના મિત્રો અને સગાં-સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. દરેક જગ્‍યાએથી જાણકારી મેળવી મેળવેલા ટેક્‍નીકલ ડેટાનું વિશ્‍લેષણ કરી લગભગ એક મહિનાના અથાક પ્રયાસ બાદ સગીરા બાળકીને 1000 કિલોમીટર દૂર ગ્‍વાલિયર મધ્‍યપ્રદેશથી શોધી ગત તા.02 જૂનના રોજ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં લાવી સગીરાનો પોતાના પરિવાર સાથે મિલાપ કરાવ્‍યો હતો.

Related posts

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

vartmanpravah

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

vartmanpravah

ચીખલીના નોગામા ગામેથી બિનવારસી કારમાંથી રૂા. 86 હજારનો દારૂ મળ્‍યો

vartmanpravah

વર્ષોથી જાનલેવા અકસ્‍માત ઝોન બની ગયો છે ઓરવાડ ક્રોસિંગ

vartmanpravah

Leave a Comment