October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં દિવસે-દિવસે વધી રહેલો રખડતા ઢોરોનો જોખમી ત્રાસઃ છીરીમાં બે યુવાનોને આખલાએ શિંગડાથી ફંગોળ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી સહિત વલસાડ જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ અક્ષમ્‍ય બની ચૂક્‍યો છે. વાપી, વલસાડ, ધરમપુરમાં રખડતા ઢોરોના હુમલાના બનાવો તાજેતરમાં બની ચૂક્‍યા છે. તેવો વધુ એક બનાવ વાપીપાસે આવેલ છીરી ગામમાં બન્‍યો હતો. બે યુવાનો શાંત ઉભેલી બે ગાયની પાસેથી માત્ર પસાર થઈ રહ્યા હતા ત્‍યારે અચાનક એક ગાય દોડી આવીને યુવાનોને જાણે શિકાર બનાવ્‍યા હોય તેમ સીંગડાથી બન્ને યુવાનોને હુલાડી મુક્‍યા હતા. યુવાનો માંડ માંડ બચી ભાગી છૂટતા જીવ બચ્‍યા હતા.
વાપી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ જાણે આમ વાત બની ચૂકી છે. જાહેર રોડ ઉપર અડીંગો લગાડી દેવો, ટોળાબંધ ઉભા રહીને ટ્રાફિક જામ કરવો તેવા દૃશ્‍યો વાપીમાં રોજીંદાના છે. પાલિકા દ્વારા આ આખો ગંભીર મામલો નજર અંદાજ કરાઈ રહ્યો છે. કોઈ મોટી જીવલેણ ઘટના ઘટવાની રાહ જોવાઈ રહી છે. બહુ હોબાળો થાય એટલે માત્ર દેખાવ પુરતી રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી થાય બાદમાં રાબેતા મુજબ ભીનું સંકેલાઈ જતું આજદિન સુધી જોવા મળ્‍યું છે. રખડતા ઢોરોનો વધુ જુલમ તો બલીઠા હાઈવેથી વૈશાલી ચોકડી સુધીના બન્ને સર્વિસ રોડો ઉપર રોજીંદો છે. પાલતુ પ્રાણીઓને છોડી દેવાય છે અને સાંજે એકત્રીત કરાય છે. આ ઢોર સાંજના પીકઅવરમાં ટ્રાફિકને બાનમાં લેતા હોવાના દૃશ્‍યો રોજીંદા છે. આપણે માત્ર દર્શક બની જોઈ રહેવાનું અને સહન કરવાનું એવી સ્‍થિતિ સામાન્‍ય નાગરિકોની છે.

Related posts

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર કાર-ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : કટોકટ હાલતમાં કાર ચાલક સારવાર હેઠળ

vartmanpravah

સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે નિપૂણ ભારત-રમતાં રમતાં શીખો અભિયાન ઉપર લગાવેલું પ્રદર્શની બૂથ

vartmanpravah

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah

Leave a Comment