Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

પોલીસે ડિઝલનો જથ્‍થો હુન્‍ડાઈ કાર મળીને રૂા.2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ નજીક પારનેરા સર્વિસરોડ ઉપર રાત્રી દરમિયાન ટ્રકમાંથી ડિજલ કાઢતા વાંકલ-બિનવાડાના ત્રણ ઈસમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ રૂરલ પોલીસ રવિવારે રાત્રે નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પારનેરા સર્વિસ રોડ ઉપર શંકાસ્‍પદ હિલચાલ જોઈ હતી. ઉભેલી ટ્રકમાંથી ડિઝલ કાઢીને બાજુમાં પાર્ક કરેલ હુન્‍ડાઈ વરના કાર નં.જીજે 05 સીએસ 8828 માં રાખેલ કારબામાં ત્રણ ઈસમો ભરી રહ્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા સાચી હકિકત બહાર આવી હતી. તેથી મિલન ખંડુભાઈ પટેલ રહે.વેઠીયાવાડ, બિનવાડા તથા દિવ્‍યેશ ગણેશ પટેલ અને અજય વસંત પટેલ બન્ને રહે.બિનવાડાની અટક કરી હતી. વરના કાર, કારબામાં રાખેલ 20 લીટર ડિઝલનો જથ્‍થો, મોબાઈલ મળી પોલીસે રૂા.2.16 લાખનો મુદ્દામાલ જપ કર્યો હતો. તેમજ 41(1) ડી હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

વાપી ગુંજનમાં સોશિયલ મીડિયામાં સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા કારના બોનેટ પર કરેલો સ્‍ટંટ બે યુવકને ભારે પડયો

vartmanpravah

પારનેરા હાઈવે ઉપર લડતા ઢોર બાઈકને ભટકાતા નીચે પટકાયેલ યુવાન ઉપર ટ્રક ફરી વળતા દર્દનાક મોત

vartmanpravah

દાનહઃ ખેરારબારીના લોકો પાણી માટે ખનકી પર નિર્ભર

vartmanpravah

ચીખલી 108-એમ્‍બ્‍યુલન્‍સ ટીમની પ્રસંશનીય કામગીરી

vartmanpravah

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

vartmanpravah

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment