October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના પીપલગભાણ ખુટીયાઆંબા ખાતે રહેતા સુનિલ જયેશભાઇ નાયકા (રહે.પીપલગભાણ, ખુટીયાઆંબા, તા.ચીખલી) જે પલ્‍સર મોટર સાયકલ નં. જીજે-21-બીપી-2580 ઉપર ગામના હર્ષદ ચંદુભાઇ પટેલ સાથે પીપલગભણ થી ચીખલી આવી રહ્યા હતા તે દરમ્‍યાન સાદકપોર ચાડીયા ફળીયા પાસે એક આઈસર ટેમ્‍પો નં જીજે-21-ડબ્‍લ્‍યુ-3346ના ચાલકે પલ્‍સર મોટર સાયકલ ઉપર સવાર બન્ને યુવકોને અડફટે લેતા પાછળ બેસેલ હર્ષદ ચંદુભાઈ પટેલ (ઉ.વ. 24) (મૂળ રહે.બલવાડા, નવાનગર, તા.ચીખલી) (હાલ રહે.પીપલગભાણ, ખુટીયાઆંબા, તા.ચીખલી)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જેનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું જ્‍યારે મોટર સાયકલ ચાલક સુનીલ પટેલને શરીરે ઈજાઓ થતા સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્‍યો છે. બનાવની ફરિયાદ સતીષ મનુભાઈ નાયકા (ઉ.વ. 37) (રહે.બલવાડા, નવાનગર, તા.ચીખલી) એ કરતા પોલીસેઅકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ શ્રી એસ.જે.કડીવાલા કરી રહ્યા છે.

Related posts

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દીવમાં 23 નેશનલ લો યુનિવર્સિટી સંઘની જનરલ બોડી મીટિંગ યોજાઈ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

વાપીમાં 5 લાખની ખંડણી માંગનાર કથિત બે મહિલા પત્રકારોની આગોતરા જામીન નામંજૂર

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં સમગ્ર દેશ માટે મોડેલ બનવાની ક્ષમતા : નીતિ આયોગના સભ્‍ય અને ટીમનું નિરીક્ષણ

vartmanpravah

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

vartmanpravah

Leave a Comment