October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: સેલવાસના પીપરીયા વિસ્‍તારમાં એક એસી રીપેરીંગની દુકાનનું શટર તોડી રોકડા દસ હજાર રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના બની છે. પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના પીપરીયા વિસ્‍તારમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ કન્‍ટ્રોલ્‍સ નામની એસી રીપેરીંગની દુકાનમાં મોડી રાત દરમ્‍યાન કોઈ અજાણ્‍યા ઈસમો દુકાનનું શટર તોડી ગલ્લામાંથી રોકડ દસ હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિક રાકેશ ગાંધી જ્‍યારે સવારે દુકાન ખોલવા માટે આવ્‍યા ત્‍યારે જોયું તો દુકાનનું શટર તૂટેલું હતું અંદર જોઈ તપાસ કરતા દુકાનમાં બીજા કોઈ સામાનને નુકસાન થયેલ ન હતું પરંતુ ગલ્લામાંથી રોકડ રકમ રૂા.10 હજારની ચોરી ગઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પીએસઆઈ શ્રી સોનુ દુબે અને એમની ટીમ પહોંચી ઘટના અંગેની જાણકા મેળવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

વાપીમાં નવરાત્રીની સાથે સાથે હેલ્‍થકેરનું આયોજન: પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં કેન્‍સર અવેરનેશ સેમિનાર યોજાયો

vartmanpravah

થર્ટી ફર્સ્‍ટને લઈ પોલીસ અને બુટલેગરો વચ્‍ચે લાગી હોડ: 3 લાખના દારૂ સહિત 8 લાખના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારને દબોચતી વલસાડ એલસીબી

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

Leave a Comment