October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

કામની જગ્‍યાએ મહિલાકર્મીઓના થતા જાતિય શોષણના સંબંધમાં દમણ કોર્ટના સિવિલ જજ સિનિયર ડિવિઝન પી.એચ.બાનસોડે આપેલી કાનૂની અધિકારોની જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, અને દમણ બાર એસોસિએશનના દ્વારા આજે નાની દમણના ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કો-મેમ્‍બર સેક્રેટરીએટ, સનિયર ડિવિઝન સિવિલ જ્જ અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી પી.એચ.બનસોડે નાગરિકની મૂળભૂત ફરજો અને અધિકારો વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી. શ્રી બનસોડે જણાવ્‍યું હતું કે, કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકો અને મહિલાઓનેવિનામૂલ્‍યે કાનૂની સહાય આપવામાં આવે છે. જેના માટે અરજદારે સાદા કાગળ પર અરજી કરવાની રહેશે. તેમણે જણાવ્‍યું હતું કે, સમાજના દરેક વર્ગને કાયદાકીય માહિતી અને સરકારી યોજનાઓથી વાકેફ કરવા ગ્રામ્‍ય કક્ષાએ સમયાંતરે આવા શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ સાથે તેમણે કાયદાકીય જાગૃતિ અને સહાયતા માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની વિસ્‍તૃત માહિતી આપી હતી. આ સાથે ઉપસ્‍થિત સૌને ઘરેલું હિંસા, બાળ લગ્ન, મહિલાઓ સામેના ગુનાઓ, માનવ તસ્‍કરી જેવા અન્‍ય ગુનાઓના નિવારણ અને રક્ષણ માટે અમલી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્‍યા હતા. તેમણે દરેકને જાગૃત થવા અને તેમની આસપાસ બનતા ગુનાઓને નિયંત્રિત કરવા માટે કાનૂની સહાય મેળવવા માટે પ્રોત્‍સાહિત કર્યા.
શિબિરમાં જ્‍યુડિશિયલ સિવિલ જજ અને જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રી જે.જે.ઈનામદારે કામના સ્‍થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ, 2013 વિશે જાગૃત કર્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભારતનું બંધારણ આપણને જીવવાનો અધિકાર આપે છે. કોઈપણ વ્‍યવસાય, વેપાર, વાણિજ્‍ય અથવા કોઈપણ કામ કરવાના અધિકારમાં જાતીય સતામણી મુક્‍ત વાતાવરણનો સમાવેશ થાય છે. કાર્યસ્‍થળ પર મહિલાઓની જાતીય સતામણી એ ભારતમાં મહિલાઓને આપવામાંઆવેલા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. આ માનવ અધિકારનું ઉલ્લંઘન છે. કોઈપણ કાર્યસ્‍થળ પર કોઈપણ મહિલાની જાતીય સતામણી થવી જોઈએ નહીં. આ ઉપરાંત, સ્ત્રી પર જાતીય હુમલો કરવો, હાનિકારક અને ધમકીભર્યું અને અપમાનજનક વર્તન કરવું, જેસ્ત્રીના આરોગ્‍ય અને સલામતીને અસર કરે છે તે પણ ઉપરોક્‍તમાં શામેલ છે. જાતીય સતામણી એ સજાપાત્ર ગુનો છે.
આ પહેલાં અગાઉ નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણીએ પોક્‍સો એક્‍ટ હેઠળ જાગૃતિ અંગે માહિતી આપી હતી. જેમાં સારા અને ખરાબ સ્‍પર્શ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે કોઈપણ પ્રકારનું જાતીય વર્તન આ કાયદાના દાયરામાં આવે છે. આ કાયદો છોકરાઓ અને છોકરીઓને સમાન સુરક્ષા પ્રદાન કરે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને છોકરીઓની સંમતિ માટે કોઈ વ્‍યાજબી નથી. પોક્‍સો એક્‍ટ 2012 બાળ યૌન શોષણનો સામનો કરવા માટે એક વિશેષ અધિનિયમ તરીકે ઘડવામાં આવ્‍યો છે.
આ શિબિરનું સફળ સંચાલન અને આભાર વિધિ એડવોકેટ શ્રીમતી સ્‍મિતા ગોહિલે કર્યું હતું.

Related posts

સેલવાસમાં બાઈકનું હેન્‍ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્‍યાઃ ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ રાઠોડની વરણી

vartmanpravah

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

vartmanpravah

Leave a Comment