October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

કેરીમાંથી જાતજાતના અથાણા, મુરબ્‍બા, જામ જેવી અનેક અવનવી
વાનગીઓને આકર્ષક રીતે સજાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: ભારતમાં રાષ્‍ટ્રીય ફળ તરીકે સ્‍થાન પામનાર સૌનું માનીતું અને દેશભરમાં પ્રખ્‍યાત અને ખૂબ જ મોટા પ્રમાણમાં ખવાતું ફળ એટલે કેરી. તેના રંગ, આકાર, કદ તથા તેની ઉપયોગિતા દર્શાવાના હેતુસર સર જે.જે.પ્રાયમરી શાળા ખાતે નર્સરીના બાળકો માટે કેરીના ફળને ધ્‍યાનમાં રાખીને મેંગો-ડેની ઉજવણી કરવામાં આવી હતી.
વાલીઓ દ્વારા કેરીમાંથી બનતી અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં કાચી કેરી, પાકી કેરી, ખાટી કેરી, મીઠી કેરીનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. કેરીમાંથી જાતજાતના અથાણા, મુરબ્‍બા, જામ, શ્રીખંડ, સલાડ, ફ્રુટસલાડ જેવી અવનવી વાનગીઓનો જાણે રસથાળ સજાવી દેવામાં આવ્‍યો હતો. વાનગીઓને આકર્ષક રીતે સજાવીને ટેબલ ઉપર મૂકવામાં આવી હતી. કેરીના ફળ ઉપર કોતરણી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાલીઓએ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો તથા શિક્ષકો પણ પીળા, કેસરી રંગના કપડામાં સજ્જ થઈને આવ્‍યા હતાં.
શાળાના શિક્ષિકાભૂમિકાબેન ત્રિવેદીએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમના દ્વારા કેરીના ચિત્રમાં રંગપૂરણી પણ કરાવવામાં આવી હતી. નાના બાળકોએ તેમની ક્ષમતા અનુસાર રંગપૂરણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રીમતી કડોદવાલાએ પણ હાજરી આપી વાલીઓ, શિક્ષકો તથા બાળકોને પ્રોત્‍સાહન પૂરું પાડયું હતું. શાળાના આચાર્યશ્રી તથા નિર્ણાયકશ્રી દ્વારા સમગ્ર વાનગીઓનો સ્‍વાદ સોડમના આધારે તેમને યોગ્‍ય નિર્ણય આપી, વિજેતાઓને સર્ટિફિકેટથી સન્‍માનિત કર્યા હતાં. રંગપૂરણીમાં બાળકોને પણ સર્ટિફિકેટ આપી સન્‍માનિત કર્યા હતાં. આ અવસરે શાળાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

Leave a Comment