કલેક્ટરશ્રીએ જિલ્લા અને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાંચ કિશોરીઓનું સન્માન કર્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ કલેકટર કચેરી ખાતે તા.11મી ઓક્ટોબરના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડ દ્વારા ‘‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ‘કિશોરી કુશળ બનો’ થીમ આધારિત સખી (કિશોરી) મેળાનું રાજ્યકક્ષાએથી ઈ-લોન્ચિંગ કરવામાંઆવ્યું હતું તેમજ મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે કિશોરીઓ સાથે વર્ચ્યુઅલ પરીસંવાદ દ્વારા પ્રતિજ્ઞા વાંચન કર્યું હતું.
જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કળષ્ટ કામગીરી કરી હોય એવી પાંચ(5) દીકરીઓએ હાજર રહી વર્ચુઅલ પરીસંવાદમાં ભાગ લીધો હતો. તેમજ જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઉત્કળષ્ટ કામગીરી કરવા બદલ આ પાંચ (5) દીકરીઓનું ભેટ આપી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા સન્માન કરાવામાં આવ્યું હતું.