Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની યુવતીએ ગીત પ્રોડયુસર બનવા સાથે સૌપ્રથમ ‘આબાદ’ ગીત લોન્‍ચ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: સેલવાસની એક 26 વર્ષિય યુવતી અફસાનાએ હિન્‍દી ગીતની પ્રોડ્‍યુસર બની પોતાનું પહેલું ગીત ‘આબાદ’ મુંબઈ ખાતે લોન્‍ચ કર્યું હતું. સેલવાસના ગુરુદેવ સોસાયટીમાં રહેતા મીરોઝભાઈ ખેરાણીની પુત્રી અફસાના ખેરાણીએ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં ધોરણ 12 સામાન્‍ય પ્રવાહ સુધી અભ્‍યાસ કર્યા બાદ મુંબઈ ખાતે ગ્રેજ્‍યુએશન સાથે મોડેલિંગમા પણ પોતાની કિસ્‍મત અજમાવી હતી. ત્‍યારબાદ એરલાઈન્‍સ ક્ષેત્રે તાલીમ મેળવી એર હોસ્‍ટેસની તાલીમ લઈ સ્‍પાઇસ જેટ કંપનીમાં એર હોસ્‍ટેસ તરીકે ફરજ બજાવતા હતા. કોરોના કાળમાં ઘણી એરલાઈન્‍સ બંધ થતા અફસાનાએ એર હોસ્‍ટેસમાંથી ફરી મોડલિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરી ગીત પ્રોડયુસર તરીકે આગળ વધી બોલીવુડના ઘણા નામાંકિત ગાયકો અને ગીતકાર તથા અભિનેતાઓના સંપર્કમાં રહી ‘આબાદ સોંગ તુઝસે બિછડ કે’ના પ્રોડયુસર તરીકે ભૂમિકા અદા કરી પ્રથમ ગીત મુંબઈ ખાતે લોન્‍ચ કર્યું છે. સેલવાસ જેવાનાનકડાં શહેરમાંથી પણ મોટા સપના જોનારા કલાકારની સફળતા નોંધનીય બની રહી છે.

Related posts

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ ના હસ્તે વટાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

vartmanpravah

શાળા વિકાસ સમિતિ પ્રશિક્ષણનું આયોજન દીવ મુકામે કરવામાં આવ્યું

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

Leave a Comment