Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

મજીગામમાં વહેલી સવારે વંકાલના યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિપજેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13
ચીખલી તાલુકાના વંકાલ સુંદર ફળીયા ખાતે રહેતા ધર્મેશ બાબુભાઈ પટેલ (ઉ.વ.40) જે ગુરુવારની સવારના સાડા પાંચેક વાગ્‍યાના અરસામાં ચીખલી ચાલતા આવી રહ્યા હતા. દરમ્‍યાન એક અજાણ્‍યો વાહન ચાલકે પોતાના કબ્‍જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મજીગામ વાયરલેસ પાસે બીલીમોરથી ચીખલી જતા રોડ ઉપર ચાલતા જઈ રહેલા ધર્મેશ પટેલને પાછળથી ટક્કર મારતા જેને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર ચીખલી સીએચસી બાદ વધુ સારવાર અર્થે વલસાડ ખસેડાતા જ્‍યાં શનિવારની રાત્રીના સમયે દરમ્‍યાન ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ સતિષભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ-42) (રહે.વંકાલ સુંદર ફળીયા તા.ચીખલી) એ કરતા વધુ તપાસ પીએસઆઈ શ્રી જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા ઝંડાચોક શાળા પરિસર ખાતે ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસનો સમાજ લક્ષી અભિગમનો નવતર કાર્યક્રમ : બેંક સહયોગ સાતે લોન મેળાનું આયોજન

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

Leave a Comment