Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ઘેજમાં લટકતા વીજતારની વીજ કંપની દ્વારા તાબડતોબ મરામત કામગીરી શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ખેરગામ વિજકંપનીના સબ ડિવિઝનના તાબામાં આવેલ ઘેજ ગામના ગોડાઉન ફળીયા પાસે મુખ્‍યમાર્ગ સ્‍થિત ત્રણ રસ્‍તાના જંકશન પાસે લાંબા સમયથી જીવંત વિજલાઈન ઝોલા ખાઈ રહી હતી. આ સ્‍થળે શેરડી ભરેલ ટ્રકો જીવંત વીજતારને ટેકાથી ઊંચકીને જોખમી સ્‍થિતિમાં શેરડી ભરેલી ટ્રકો પસાર કરવાની નોબત આવી હતી. અને સતત જાનહાનીનું જોખમ ટોળાઈ રહ્યું હતું. અને સ્‍થાનિકોની અવાર નવારની રજૂઆત બાદ પણ ખેરગામ વિજકંપનીની કચેરીના અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા લેવાઈ ન હતી.
આ અંગે સ્‍થાનિક તાલુકા પંચાયત સભ્‍ય ધર્મેશભાઈ દ્વારા વીજકંપનીના કાર્યપાલક ઈજનેરનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. અને આ અંગેના અખબારમાં પણ અહેવાલ પ્રસિધ્‍ધ થતા સાથે જ કાર્યપાલક ઈજનેર સ્‍વાતિબેન દ્વારા સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈ ખેરગામ પેટા કચેરીના નાયબ ઈજનેરને સૂચના આપતા મંગળવારના રોજ ઘેજ ગામના ગોડાઉન ફળીયા પાસે યુધ્‍ધના ધોરણે ઝોલા ખાતીવિજલાઈનને સરખી કરવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવતા સ્‍થાનિકો આનંદ સાથે રાહતની લાગણી ફેલાઈ જવા પામી હતી.
ગોડાઉન ફળીયા પાસે મરામત માટે 10-15 દિવસ લાગશે ની પીપુડી વગાડનાર ખેરગામના નાયબ ઈજનેરને અખબારી રહેવાલ બાદ ગંભીરતા દાખવવાની ફરજ પડી હતી.

Related posts

ચીખલીના ખૂંધ પોકડાથી જુગાર રમતા આલીપોરનો સરપંચ સહિત ચાર ઝડપાયા

vartmanpravah

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

ટાંકલમાં સુરતથી ચિકન ખાવા આવેલ શખ્‍સને જૂની અદાવતે ઢીબી નાખ્‍યોઃ સુરતના 4 સામે ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment