(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વલસાડની જાણીતી કસ્તુરબા હોસ્પિટલ અને તડકેશ્વર મહાદેવ ટ્રસ્ટને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી કરોડો રૂપિયાનું દાન મળ્યું છે.
વલસાડ માટે શુભ અને સારા સમાચાર છે. કસ્તુરબા હોસ્પિટલ તથા તડકેશ્વર મહાદેવ મંદિરને રિલાયન્સ ગૃપ દ્વારા કરોડોનું દાન મળ્યું છે. હોસ્પિટલને રૂા.1.51 કરોડ તથા મંદિર ટ્રસ્ટને 51 લાખ રૂપિયાનું માતબર દાન રિલાયન્સ તરફથી મળ્યું છે. આ દાન અપાવવામાં મુખ્ય ભૂમિકા સહયોગ શ્રી ગીરીશભાઈ ઠાકોરભાઈ વશીનો રહ્યો છે. આ દાન શ્રી અનંત અંબાણી (રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુંબઈ)ના લગ્ન નિમિત્તે આપવામાં આવ્યું છે.
