December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

આરોપીઓએ દારૂ માટે કન્‍ટેનર માગ્‍યું હતું જે નહી આપતા મધરાતે ટ્રાન્‍સપોર્ટરના ઘરે આરોપીએ બે કારમાં પહોંચ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી બલીઠા ગત ફેબ્રુઆરી તા.22મી દમણના બુટલેગરોએ દારૂ માટે કન્‍ટેનરની માંગણી કરી હતી. જે ટ્રાન્‍સપોર્ટરે આપવાની ના પાડી હતી તેથી મધરાતે આરોપીઓ બે જુદી જુદી કારમાં ટ્રાન્‍સપોર્ટરની સોસાયટી માધવ રેસિડેન્‍સીમાં પહોંચી ગયા હતા. 10 લાખની ખંડણી માંગી દમણમાં મારી ફેકી દેવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં વાપી પોલીસે દમણના પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા.
વાપી બલીઠા માધવ રેસિડેન્‍સીમાં રહેતા ટ્રાન્‍સપોર્ટર દિપકસિંહ ઉપર દમણથી ફોન આવેલો, ફોનમાં દારૂ હેરાફેરી કરવા માટે કન્‍ટેનરની માંગણી કરી હતી. જે આપવાની દિપકસિંહે ના પાડી દીધી હતી. તેથી તા.22 ફેબ્રુઆરીએ મધરાતે બે-ત્રણ વાગે બે અલગ કારોમાં સાત થી આઠ ઈસમો દિપકસિંહના ઘરે આવેલા ધમકી આપેલ કે કન્‍ટેનર ન આપવું હોય તો 10 લાખ આપવાની ખંડણી માંગેલ. ત્‍યારબાદ ઘરનહી ખોલતા આરોપી ચાલી ગયેલા. ટ્રાન્‍સપોર્ટરની ફરિયાદ બાદ વાપી પોલીસે ધમકી અને ખંડણી માંગનાર દમણના દિપક ભોંસલે, કલ્‍પેશ હળપતિ, ચન્‍દ્રકાંત ગળવી, દિપક ઓમપ્રકાશ અને જય ઉમેશ પટેલ નામના પાંચ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ડુંગરા ચણોદમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી

vartmanpravah

વાપી વાઈબ્રન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ વસાહત કંપનીમાં ચોરી : 40 કીલોની ડિજિટલ તિજોરી ઉપાડી ગયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની પાણીખડક ખાતે યોજાયેલી જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની

vartmanpravah

Leave a Comment