January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: દાદરા નગર હવેલીના દાદરા ગામના સામાજીક અગ્રણી શ્રી વિરલભાઈ શાહે એમનો તથા એમની દીકરી જૈમિનીનો જન્‍મ દિવસ દાદરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન કરાવીને ઉજવણી કરવામાં આવી હતી. અગ્રણી શ્રી વિરલભાઈની દીકરીએ વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતિમાં કેક કાપી હતી. ત્‍યારબાદ ગુજરાતી અને અંગ્રેજી માધ્‍યમના 3200 જેટલા વિદ્યાર્થીઓને જાતે જ ભોજન પીરસ્‍યું હતું અને તેઓ સાથે સમય વિતાવીને જન્‍મ દિવસની ઉજવણીને યાદગાર બનાવ્‍યો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષકોએ પણ જૈમિનિને સ્‍મૃતિ ભેટ આપી આશીર્વાદ આપ્‍યા હતા. આ અવસરે શ્રી વિરલભાઈ શાહનો પરિવાર દાદરા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિ, જૈન સમાજના અગ્રણીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા બુલેટ ટ્રેન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની માહિતી અંગે વિશેષ સેમિનાર યોજાયો

vartmanpravah

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

vartmanpravah

શુક્રવારે દમણવાડા પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ ઉજવાશે

vartmanpravah

vartmanpravah

વાપી કુંભારવાડથી નામધા ખડકલા રીંગરોડને જોડતા મુખ્‍ય માર્ગની નવિનીકરણની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment