July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

જીઆઈડીસી જૈન સમુદાયે મહાવિર ભગવાન જન્‍મ કલ્‍યાણ દિનની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: જૈનોનું મહાપર્વ પર્યુષણ હાલમાં ચાલી રહ્યા છે. ગત તા.24-8-2022 થી તા.31-8-2022 સુધી પર્યુષણ મહાપર્વની ઉજવણી જૈનો ભક્‍તિભાવ-આરાધના સાથેકરી રહ્યા છે તે અંતર્ગત વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં સોમવારે પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરવામાં આવી હતી.
જૈન ધર્મમાં પર્યુષણને પર્વાધિરાજ કહેવામાં આવે છે. તેથી તેનો મહિમા અત્‍યંત હોવાથી વાપીના તમામ જૈન કિરકાઓ પર્યુષણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ દેરાસરોમાં જૈન મહારાજ સાહેબની નિશ્રામાં ધર્મ વાંચન, પ્રવચનો, ભજનો ચાલી રહ્યા છે. તા.29 ઓગસ્‍ટના દિવસે ભગવાન મહાવિર સ્‍વામીનો જૈન કલ્‍યાણ દિવસ હોવાથી વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં ભગવાન મહાવિર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભગવાનને ચાંદી અને ફુલોની આંગી સમર્પણ કરાઈ હતી. જેનો લાભ ગુંજન જી.આઈ.ડી.સી.ના જૈન સમુદાયએ લીધો હતો.

Related posts

છરવાડા-વાપીથી રેખાબેન,  ઉમરસાડીથી શિવાની  અને પારડીથી તેજલબેન ગુમ થઈ છે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા ડી.ઝેડ.સી.એ. ક્રિકેટ ગ્રાઉન્‍ડ, કલવાડા ખાતે ડે-નાઈટ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

દાનહ પોલીસે લૂંટ અને હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

Leave a Comment