December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાસ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા અભિયાન’ અંતર્ગત બે દિવસીય જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવનું આયોજન સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશનીવિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ બે દિવસીય કલા ઉત્‍સવમાં કલાકારોએ સંગીત, નૃત્‍ય અને દ્રશ્‍ય કલા જેવી વિવિધ કૃતિઓમાં વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાનામાં છૂપાયેલી સુષુપ્ત કલા પ્રતિભાને નિખારી હતી. આ કલા ઉત્‍સવમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા હતા. જિલ્લા સ્‍તરીય યોજાયેલ સ્‍પર્ધામાં વિજેતા કલાકાર હવે સંઘ સ્‍તરીય સ્‍પર્ધામાં ભાગ લેશે. જેનું એક અઠવાડીયા બાદ આયોજન કરવામા આવશે. જેમાંથી જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કલાકારને રાષ્ટ્રીય સ્‍તરની હરીફાઈમાં ભાગ લેવાનો અવસર મળશે. કલા ઉત્‍સવ સ્‍પર્ધાના સમાપન સમારોહ દરમિયાન શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. આ જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પધાનું આયોજન શિક્ષણ સચિવ અને શિક્ષા નિર્દેશકશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજીત કરવામાં આવ્‍યું હતું.

Related posts

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

vartmanpravah

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ કોલેજમાં રાખડીનું પ્રદર્શન યોજાયું

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

Leave a Comment