(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: મિત્રો કળિયુગની અંદર હજી પણ માણસાઈ જીવંત છે તેમનો જીવતો જાગતો દાખલો આજે વાપીમાં જ દેખાયો છે.
મૂળ સૌરાષ્ટ્રમાં જન્મેલા અને હાલ વાપીને પોતાની કર્મભૂમિ બનાવનાર એવા ગુજરાતના લોકલાડીલા ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તા એવા હઠીસિંહ રાજપુતને વાપીમાં ઘર કામ કરીને પેટિયું રડતા એક કામવાલા બેનનુ પાકીટ મળતા જેની અંદર રોકડ રકમ હતી તે તેમના મૂળ માલિકને ખાત્રી કરી સુપ્રત કરેલ છે. જે એક ગરીબ કામવાળી બાઈનું હતું અને તાજેતરમાં જ તેમનો પગાર થયો હતો તો આમ હજી માનવતા મરી પરવારી નથી.