વ્યાજખોરીમાં પીડાઈ રહેલાઓની ફરિયાદો વેરીફાઈ કરી પોલીસ કાર્યવાહી કરશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરી ચક્રવ્યુહને નાથવા માટે પોલીસ વિભાગમાં જાગૃતિ અભિયાન-ઝુંબેશ ચાલી રહી છે. પ્રત્યેક શહેરોમાં પોલીસ લોકદરબારોનું આયોજન ગૃહવિભાગની સુચના અંતર્ગત ચાલી રહ્યું છે તે મુજબ મંગળવારે સાંજે વાપી સિનિયર સિટીઝન હોલમાં પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્યત્વે વ્યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો પોલીસે સરાહનીય પ્રયાસ હાથ ધર્યો હતો.
વાપી ડિવિઝનના ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્યક્ષતામાં મળેલ પોલીસ લોકદરબારમાં શહેરના અગ્રણી નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકદરબારમાં વ્યાજખોરીનો ભોગ બન્યા હોય, પિડાઈ રહ્યા હોય તેવી પોલીસ સમક્ષ રજૂઆતો આવી છે. જેને વેરીફાઈ કરી કાર્યવાહી કરાશે. લોકોને ડર છે. પરંતુ પોલીસ સ્ટેશને આવી ગુપ્ત રીતે, ચિટ્ઠી અથવા વોટ્સએપથી પોલીસને જાણ કરી શકાશે તેવા લોકોને પોલીસ કાર્યવાહી કરશે. ભૂતકાળમાં પણ પોલીસે એવા ગુનેગારોને પકડી જેલ હવાલે કે પાસાનાઅટકાયતી પગલા પણ લેવાની પોલીસની તૈયારી છે. લોકદરબારમાં તુક્કલ, ચાઈનીસ દોરીનો ઉપયોગ નહીં કરવાની સલાહ પણ પોલીસે આપી હતી. તેમજ વેચાણ કરવા વાળા સામે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ નોંધાઈ છે. લોકદરબારમાં નાગરિકોના સજેશનની પણ પોલીસે આપ-લે કરી હતી.