October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના યુવાને રંગોળીની પેઈન્‍ટિંગ સ્‍પર્ધામાં ઈન્‍ડિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લીધા બાદ ઈન્‍ડિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરી સેલવાસના યુવાને પ્રદેશનું નામ રોશન કર્યું છે.
સેલવાસના આમલી બાલાજી સોસાયટીમાં રહેતા અને એક કંપનીમાં નોકરી કરતા શ્રી સચિન શીધ્‍યા ખ્‍યાડે જે પોતાની કળા હાથોથી બનાવેલ મોટી મોટી રંગોળીની પેઈન્‍ટિંગથી દરેકનું મન મોહીત કરનાર તેમણે પ્રદેશનું નામ રોશન કર્યું છે. તેમને ઈન્‍ડિયાયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત મળ્‍યું છે.
યુવાન મહારાષ્‍ટ્રથી સેલવાસ આવી એક કંપનીમાં કામ કરી દાનહ તરફથી રંગોળી સ્‍પર્ધામાં ભાગ લઈ 36 ફૂટ મોટી રંગોળી બનાવી તેમણે આ વિક્રમ પ્રાપ્ત કર્યો છે. આ પેઈન્‍ટિંગને સજાવવા માટે તેમણે દાનહની સુપ્રસિદ્ધ આદિવાસી વારલી પેઈન્‍ટિંગનો પણ સહારો લીધો હતો જે આપણા પ્રદેશ માટે ગર્વની વાત છે. આ યુવાને છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતિ નિમિતે શિવાજી ચોક પર તેમજ કોઈપણ જાહેર કાર્યક્રમ હોય ત્‍યાંતેઓ મોટી મોટી રંગોળી જાતે જ બનાવે છે. શ્રી સચિનને દાનહના એસ.પી. શ્રી હરેશ્વર સ્‍વામીના હસ્‍તે એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. આ અવસરે મહારાષ્‍ટ્ર જનસેવા સંગઠનના અધ્‍યક્ષ શ્રી સુનિલ મહાજન, સચિવ શ્રી સુનિલ પાટીલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. મહારાષ્‍ટ્ર જનસેવા સંગઠન અને પ્રદેશ તરફથી સચિનને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

Related posts

નરોલી ચેકપોસ્‍ટને ટ્રકનો પાછળનો ભાગ ઠોકાતા ચેકપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ભારતીય જનતા પાર્ટીએ તેના 44મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણીઃ ઠેર ઠેર ભાજપના ઝંડાનું કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment