April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્‍ટાર્ટઅપ કમ્‍યુનિટી દ્વારા જિલ્લામાં પ્રથમ વાર કોન્‍કલેવ યોજાયો

ટુકવાડા અવધ યુટોપિયામાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સ્‍ટાર્ટઅપ કંપનીએ પ્રેઝન્‍ટેશન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: તા.12 નવેમ્‍બર 2022ના રોજ વાપીની સ્‍ટાર્ટઅપ વાપી કમ્‍યુનિટી દ્વારા વલસાડ જિલ્લામાં સર્વ પ્રથમવાર સ્‍ટાર્ટઅપ કોન્‍ક્‍લેવનું આયોજન ટુકવાડાના અવધ યુટોપિયામાં કરવામાં આવ્‍યું હતું. જેમાં મનસ્‍વીન આસ્‍થા ટેકનો સર્વિસ, સેલવાસ્‍ટ ફૂડ્‍સ, સિકયોર ઈન્‍વેસ્‍ટમેન્‍ટ, દેવતત્‍વ, મેક કેફે, દિલવાલે, હાઈકાવા અપ્‍લાયન્‍સીસ અને જસ્‍ટ વન મોર એ પોતાને પ્રસ્‍તુત કર્યા હતા. આટલું જ નહીં એન્‍જલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ વિશે ચર્ચા કરવા માટે પેનલ ડિસ્‍કશનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં મુંબઈ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ અને સ્‍ટાર્ટઅપ જગતના મહાનુભવોએ ભાગ લીધો હતો જેનું સંચાલન વાપીના ઋષભ શાહ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે સ્‍ટાર્ટઅપ કોન્‍ક્‍લેવમાં સ્‍ટાર્ટઅપ વાપી દ્વારા તેમની નવી ફલેગશિપ ઈવેન્‍ટ ‘‘ફાયરસાઈડ ચેટ”ને પણ લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍ટાર્ટઅપ વાપીના ફાઉન્‍ડર કળષિત શાહ દ્વારા સંધ્‍યા ગ્રુપ ઓફ કંપનીઝના સ્‍મિત પટેલનો લાઈવ ઈન્‍ટરવ્‍યૂ લેવામાં આવ્‍યો હતો. ઈન્‍ટરવ્‍યૂ બાદ શ્રી સ્‍મિત પટેલે સ્‍ટાર્ટઅપ વાપીના સિગ્નેચર ઈવેન્‍ટ સ્‍ટાર્ટઅપ સ્‍ટારમાં સીઝન 2 ના વિજેતા માટે રૂપિયા 1 લાખની સ્‍પોન્‍સરશિપ જાહેર કરી હતી.
આ કાર્યક્રમમાં ટી.આઈ. ઈ સુરતથી શ્રી દિનેશ જૈન, ટેક્‍સ પ્રેકટેશનર એસો.ના પ્રમુખ શ્રી સોહનભાઈ જોશી, સ્‍ટાર્ટઅપ વાપી મેન્‍ટર્સ, શ્રી પાર્થિવ મહેતા, સી.એ. પિયુષભાઈ મહેતા, ભારત સુમેરિયા તેમજ બીજા અનેક મહાનુભવોએ હાજરી આપી હતી. સ્‍ટાર્ટઅપ કોન્‍ક્‍લેવને ઈન્‍જાય, કાકરીયાહાઉસિંગ, ટર્નિંગ પોઈન્‍ટ અને હોટલ સિલ્‍વર લીફ દ્વારા સ્‍પોન્‍સર કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍ટાર્ટઅપ વાપીના ફાઉન્‍ડર શ્રી કળષિત શાહ, જીગર પટેલ, વિલાસ ઉપાધ્‍યાય, હેતલ જુઠાની, વૈભવ દામા, રજત રાવલ, શિલ્‍પા શાહ, નીરજ શાહ, સંજય કોટક અને કપિલ બદાલાએ ખૂબ જ મહેનત કરી હતી.

Related posts

ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ- ‘બીચ ગેમ્સ દીવ-૨૦૨૪’ અંતર્ગત બીજા દિવસે દીવના ઘોઘલા બીચ પર પેંચક સિલાટ, મલખમ્બ અને દોરડાખેંચ રમતોની યોજાયેલી સ્પર્ધા

vartmanpravah

સેલવાસના આમલી સ્‍થિત મોબાઈલની દુકાનનું શટર તોડી મોબાઈલની ચોરી

vartmanpravah

પારડીના ભરચક વિસ્‍તારમાં કારનો કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત અંતર્ગત દમણ-દીવ ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના અધ્‍યક્ષ તરીકે ડો. રાજેશ વાડેકરની નિયુક્‍તિ

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીના સન્‍માન સમારંભમાં નરોલીમાં શિક્ષણ સંગઠન અને સેવાનો સર્જાયેલો ત્રિવેણી સંગમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah

Leave a Comment