October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18: ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહન વ્‍યવહારને અસર થવા સાથે અકસ્‍માત સર્જાવાની ભીતિ સર્જાતા હાઈવે ઓથોરિટીનાં રેઢિયાળ કારભારને પગલે વાહન ચાલકોમાં ભારે રોષ ઊભો થવા પામ્‍યો છે. છેલ્લા કેટલાક સમયથી હાઈવે તંત્રનો કારભાર કથળી જવા પામ્‍યો છે અને હાઈવે પર ઠેકઠેકાણે મસમોટા પડેલા ખાડાઓ સમયસર ન પૂરી યોગ્‍ય મરામત પણ કરવામાં આવતી નથી અને જેને પગલે અવાર નવાર નાના મોટા અકસ્‍માતો પણ સર્જાઈ રહ્યા છે.
હાઈવે ઓથોરિટીનાં બેદરકારીભર્યા વહીવટ વચ્‍ચે હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદી પુલ પર વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા અભાવે આ બન્ને પુલો પર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે ત્‍યારે હાઈવે ઓથોરિટી દ્વારા આ બન્ને પુલો પર વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા કરી મરામતની નક્કર કામગીરી કરવાના સાથે પુલના છેડે લોખંડના પતરા મારી આડસ ઊભી કરીને આ બન્ને જૂના પુલોનો વાહન વ્‍યવહાર માટે બંધ કરી દેવામાં આવ્‍યા છે.

Related posts

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્‍ટનું પાણી બોરીંગમાં ઉતારાશે

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

વાપી પોલીસ ડિવિઝનના બિનવારસી વાહનોની હરાજી યોજાઈ: 1383 વાહનો રૂા.52.86 લાખમાં વેપારીઓએ ખરીદ્યા

vartmanpravah

વાપી રાતા પાંજરાપોળમાંથી ચાર પશુઓની તસ્‍કરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

દમણ અને દાનહના એસ.પી.ની આંતરિક બદલીઃ દમણના એસ.પી. તરીકે રાજેન્‍દ્ર મીણા અને દાનહમાં અમિત શર્મા

vartmanpravah

Leave a Comment