March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કુકેરી ગામની સેવા સહકારી મંડળીમાં વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍યોની યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ડિરેક્‍ટરોનો વિજય

કુકેરી સેવા સહકારી મંડળીમાં પચાસ વર્ષના ઈતિહાસમાં
પ્રથમ વખત ચૂંટણી યોજાઈ
હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: કુકેરી સેવા સહકારી મંડળી લિ.કુકેરીની વ્‍યવસ્‍થાપક કમિટીના સભ્‍યોની 11-બેઠક માટે સહકાર પેનલના 11-ઉમેદવારો સામે ત્રણ જેટલા ઉમેદવારો હોય કુલ 14-જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણી માટે સોમવારના રોજ સેવા સહકારી મંડળીના મકાનમાં મતદાન યોજાતા કુલ 214-જેટલા ખેડૂત સભાસદ મતદારો પૈકી 205 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. મતદાન બાદ મતગણતરી હાથ ધરાતા સહકાર પેનલના કનુભાઈ છગનભાઈ પટેલને 147,ગણપતસિંહ રામસિંહ પરમાર ને 172, જયસિંહ ગુમાનસિંહ પરમારને 171, ધીરજસિંહ છીતુસિંહ પરમારને 167, નવનીતભાઈ ભગાભાઈ પટેલને 169, નિલેશસિંહ ઠાકોરસિંહ પરમારને 171, બાલમુકુંડ ડાહ્યાભાઈ પરમારને 172, વિરેન્‍દ્રસિંહ દુર્લભસિંહ પરમારને 167, હર્ષદસિંહ જયસિંહ પરમારને 160, અરવિંદભાઈ બેલિયાભાઈ પટેલને 131 અને ઈશ્વરસિંહ રામસિંહ પરમારને 148 મતો મળતા ઉપરોક્‍ત તમામ સહકાર પેનલના ઉમેદવારોને ચૂંટણી અધિકારી દ્વારા વિજેતા જાહેર કરાયા હતા. ચૂંટણીમાં 30-જેટલા મતો ખોટા પડ્‍યા હતા.
કુકેરી સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલના તમામ 11-જેટલા ડિરેક્‍ટરો ચૂંટાઈ આવતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

Related posts

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

છ મહિનાથી વોન્‍ટેડ પલસાણામાં થયેલ લૂટના આરોપીને ઝડપવામાં સફળતા મેળવતી પારડી પોલીસ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment