September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એલસીબી પોલીસે વાઘલધરા હાઈવે ઉપરથી રૂા.૧૪.૯૦ લાખનો દારૂનો જથ્થો ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું

પોલીસ જોઈ ચાલક ડમ્‍પર ભગાડી આગળ ઉભુ કરી ભાગી છૂટયો : ડમ્‍પર સાથે પોલીસે રૂા.24.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: ગુજરાત રાજ્‍યની ચૂંટણી જાહેર થતાની સાથે બુટલેગરોએ ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ધમપછાડા ચાલુ કરી દીધા છેતેવો પર્દાફાસ વલસાડ એલ.સી.બી. અને ડુંગરી પોલીસે કર્યો છે. ગત રાતે વલસાડ વાઘલધરા હાઈવે ઉપરથી પોલીસે રૂા.14.90 લાખનો દારૂનો અધધ જથ્‍થો ભરેલ ડમ્‍પર ઝડપી પાડયુ હતું.
વલસાડ એલ.સી.બી.ને મળેલ બાતમી આધારે ડુંગરી પોલીસ સાથે વાઘલધરા પાસે હાઈવે ઉપર શનિવારે રાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન વાપી તરફથી આવી રહેલ ડમ્‍પર નં.જીજે 05 બીએક્‍સ 8720 ને અટકાવવા પોલીસે કોશિષ કરેલ પરંતુ ચાલક ડમ્‍પર ભગાડી આગળ પાર્ક કરી જંગલમાં ભાગી ગયો હતો. પોલીસે ડમ્‍પરમાં તપાસ કરી હતી. જેમાં 345 પેટી જુદી જુદી દારૂની બ્રાન્‍ડની પેટીઓ બોટલ નં.12828 મળી હતી. દારૂનો જથ્‍થો રૂા.14.90 લાખ અને ડમ્‍પર રૂા.10 લાખ મળી પોલીસે રૂા.24.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ડુંગરી પોલીસે હાથ ધરી હતી. ડમ્‍પર સુરતનું હોવાથી જથ્‍થો સુરતમાં ઘૂસાડવાનો હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે.

Related posts

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોન યોજાશે

vartmanpravah

Leave a Comment