October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આશ્રમના બાળકો સાથે ‘બાળ દિવસ’ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિવસને ‘બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તાર બેડપાના મૂળગામ ખાતે 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આજે ‘બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 108 એમ્‍બ્‍યુલન્‍સ પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્‍દ્ર મહારાજ અને એમની ટીમે બાળકોને 108 એમ્‍બ્‍યુલન્‍સની કાર્યપ્રણાલી અંગે જાણકારી આપી હતી. સાથે કોઈક ઈમરજન્‍સી આવે ત્‍યારે કેવી રીતે કોલ કરી એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી શકાય તેનું ડેમોસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બાળકો સાથે કેક કાપી રમકડાં અને અભ્‍યાસમાં ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે આશ્રમના આચાર્ય, શિક્ષકો સહિત બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઓગસ્‍ટ માસ માટે વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય અને સરપંચને ભથ્‍થાંની ચૂકવણી કરાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસનનો માનેલો આભાર

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી લિમિટેડ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

વાપી-સુરત રોટરી ક્‍લબ દ્વારા સહાહનીય કામગીરી : 121 લાભાર્થીઓને નિઃશુલ્‍ક આધુનિક કૃત્રિમ પગ અર્પણ કર્યા

vartmanpravah

રોડ વધુ પહોળા અને સલામતીભર્યા બનાવવા જરૂરી

vartmanpravah

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment