(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.14: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સબંધિત કામગીરી માટે ઓબ્ઝર્વરોની નિમણુંક કરવામાં આવી છે. સમગ્ર રાજયમાં આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારી અંતિમ તબકકામાં છે અને મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે ઉમેદવાર કે આમ જનતાને ચૂંટણી સંબંધિત કોઈપણપ્રકારની ફરિયાદ કરવા માટે ઓબ્ઝર્વરશ્રીઓનો સંપર્ક કરી શકાશે.
જે અન્વયે 174-જલાલપોર અને 175- નવસારીમાં જનરલ ઓબ્ઝર્વર શ્રી સીતારામ જાટ (મો.નં- 6353044120), 176- ગણદેવી અને 177- વાંસદામાં જનરલ ઓબ્ઝર્વર સુશ્રી આકળતિ સાગર, (મો.નં- 6353005289) ની નિમણૂંક કરવામાં આવી છે. 174- જલાલપોર, 175- નવસારી, 176- ગણદેવી અને 177- વાંસદા માં પોલીસ ઓબ્ઝર્વર શ્રી શ્રી કબીબ કે. (મો.નં- 9510642241) ની નિમણૂંક, 174-જલાલપોર અને 175- નવસારીમાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી વિરેન્દ્રકુમાર પટેલ (મો.નં-9023549599) તેમજ 176- ગણદેવી (એસ.ટી.) અને 177-વાંસદા(એસ.ટી.)માં શ્રી અવિજીત મિશ્રા (મો.નં- 9023515877) ની નિમણૂંક કરવામાં આવી છે.
આ ઉપરાંત નવસારી ખાતે 24થ7 ફરીયાદ સેલ ખાતે જાહેર નાગરિકો, મતદારો માટે ટોલ ફ્રી નંબર 18002332627 તથા લેન્ડ લાઇન નંબર (02637- 260500) પણ કાર્યરત કરવામાં આવી છે. સમાન્ય સંજોગોમાં પૂર્વ નિર્ધારિત મુલાકાત અન્વયે સર્કિટ હાઉસ ખાતે સવારે 11.00 થી 12.00 વાગ્યા વાગ્યા સુધી મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી નવસારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.