Vartman Pravah
Breaking Newsખેલદમણ

દમણમાં યોજાયેલ ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2માં ચેમ્‍પિયન બનેલી મિથિલા ઈલેવન:રનર્સ અપ રહેલી શિવમ વોરિયર્સ

  • યુપીએલ-2ની સિઝનમાં ફાઈનલ નિહાળવા દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા, કોસ્‍ટગાર્ડના ડીઆઈજી એસએસએલ વાજપેયી, કોસ્‍ટગાર્ડના કમાન્‍ડિંગ ઓફિસર દુર્ગેશ તિવારીની રહેલી ઉપસ્‍થિતિ
  • ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2ને રચનાત્‍મક સહયોગ આપતા દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચાના અધ્‍યક્ષ ગૌરાંગ પટેલ, ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલ અને ભાજપના ઓબીસી મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    દમણ, તા.19: દમણમાં ગત તા.15મી ફેબ્રુઆરીથી શરૂ કરાયેલ ભારતીય હિંદુ સમાજ દમણ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2નો આજે રવિવારે ખુબ જ આનંદ-ઉત્‍સાહ અને રોમાંચ સાથે સમાપન થયું હતું. જેમાં મિથિલા ઈલેવન ચેમ્‍પિયન અને શિવમ વોરિયર્સ રનર્સ અપ રહી હતી.
    આજે રમાયેલ મેચમાં મિથિલા ઈલેવન અને શિવમ વોરિયર્સ વચ્‍ચે જોરદાર ટક્કર જામી હતી. જેમાં મિથિલા ઈલેવનનો વિજય થયો હતો અને ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ(યુપીએલ) સિઝન-2ની ટ્રોફી પોતાના નામે કરી હતી. આ પ્રસંગે દમણના અનેક સામાજિક, રાજકીય અનેપ્રશાસનિક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
    આ પ્રસંગે દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, કોસ્‍ટગાર્ડના ડીઆઈજી શ્રી એસએસએલ વાજપેયી, કોસ્‍ટગાર્ડના કમાન્‍ડિંગ ઓફિસર શ્રી દુર્ગેશ તિવારી, દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચાના અધ્‍યક્ષ શ્રી ગૌરાંગ પટેલ, ઘેલવાડના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલ, ભાજપના ઓબીસી મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, વાપી લાયન્‍સ ક્‍લબના શ્રી શૈલેષ મહેતા, ભાજપની નેતા શ્રીમતી રેખા ત્રિપાઠી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
    યુપીએલની મુખ્‍ય ટીમના સ્‍વામી (માલિક) સામાજિક આગેવાન અને ક્રિકેટપ્રેમી શ્રી છોટુ ઝા, શ્રી આનંદ મિશ્રા, શ્રી નિરજ સિંગ, શ્રી મનિષ સિંગ, શ્રી સોનુ મિશ્રા, શ્રી વિશાલ રાય, શ્રી પ્રભાત વિશ્વકર્મા, શ્રી ગબ્‍બર યાદવ, શ્રી સત્‍યમ ઝા તથા સાથીઓ હતા.
    આ ટૂર્નામેન્‍ટને સફળ બનાવવાનું ભારતીય હિંદુ સમાજ દમણ અને ઉત્તર ભારતીય સેવા સંઘ દમણના પદાધિકારી શ્રી કૃપાશંકર રાય, શ્રી એસ.કે.શુક્‍લા, શ્રી અખિલેશ મિશ્રા, શ્રી શિવાજી તિવારી, શ્રી મહેન્‍દ્ર દુબે, શ્રી રસિકલાલ તિવારી, શ્રી નીતિન મિશ્રા, શ્રી વિજય શાહ, શ્રી ધર્મેન્‍દ્ર તિવારી વગેરેએ પોતાનો સહયોગ આપ્‍યો હતો.

Related posts

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડથી પિતૃ તર્પણ કરવા ચાણોદ ગયેલા કાકો-ભત્રીજો પાણીમાં ડૂબ્‍યાઃ ભત્રીજાને બચાવી લેવાયો

vartmanpravah

દમણ-દીવ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલનો આજે જન્મ દિવસ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલની બે માસ માટે વરણીઃ ફક્ત પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો અધિકાર

vartmanpravah

Leave a Comment