October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી શહેર તથા પારડી તાલુકાના ધોડિયા સમાજ દ્વારા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો યોજાયો શુભેચ્‍છા સમારંભ

  • ખૂબ મોટી સંખ્‍યામાં ધોડિયા સમાજના લોકો ભેગા થઈ સમાજની એકરૂપતા ના કરાવ્‍યા દર્શન

  • સામેવાળા તમામ પક્ષની ડિપોઝિટ પણ જપ્ત થાય અને સમગ્ર ગુજરાતમાં બહુમતીથી કનુભાઈ દેસાઈ જીતશેનો કરાયો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: આજરોજ તારીખ 17-11-2022ના રોજ પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે પારડી શહેર અનેપારડી તાલુકાના ધોડીયા સમાજ દ્વારા આવનારી 180- પારડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી કનુભાઈ દેસાઈનો શુભેચ્‍છા સમારંભ રાખવામાં આવ્‍યો હતો જેમાં પારડી શહેર તથા પારડી તાલુકાના ખૂબ મોટી સંખ્‍યામાં ધોડિયા સમાજના ભાઈઓ બહેનો ઉમટી પડી કનુભાઈ દેસાઈને શુભેચ્‍છા આપી હતી. પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, પુનિતભાઈ, ધર્મેશભાઈ વિગેરે કાર્યકર્તા દ્વારા ખૂબ મહેનત કરી પારડી તાલુકાના વિવિધ ગામોથી સમાજના લોકોને એક મંચ પર લાવી આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ થાય એવી મહેનત કરી હતી
સમારંભમાં સમય સર આવી પહોંચેલ 180- પારડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી કનુભાઈ દેસાઈ પણ ધોડિયા સમાજની એકતા જોઈ અચરાજમાં મુકાઈ ગયા હતા. ધોડિયા સમાજની ઓળખ એવી પરંપરાગત સફેદ ટોપી પહેરી આવેલ કાર્યકર્તાઓએ શ્રી કનુભાઈ દેસાઈને જંગી બહુમતીથી સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે મતોથી જીતશે અને સામેના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જશે એવો વિશ્વાસ આપ્‍યો હતો.
આ પ્રસંગે ગુજરાત સરકારના ઉપાધ્‍યક્ષ અને ધોડિયા સમાજમાંથી જ આવતા ઉષાબેન પટેલે પોતાનું વક્‍તવ્‍યની શરૂઆત પરંપરાગત ધોડીયા ભાષામાં કરી  સૌ લોકોના મન મોહી લીધા હતા. તેમણે મોદી સરકાર દ્વારા શરૂકરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને ખાસ કરીને ગરીબ કલ્‍યાણ મેળા દ્વારા લોકોને ઘર સુધી સીધે સીધો લાભ મળે અને દરેકને ઉપયોગી થાય એવું બજેટના વખાણ કરી હતા.
મહારાષ્‍ટ્રથી પધારેલ વિલે પાર્લેના ધારાસભ્‍ય પરાગજીએ પણ ગુજરાતી ભાષામાં પોતાનું વ્‍યક્‍તિઓની શરૂઆત કરી દોડિયા સમાજનો વૈભવ અને સમાજની શિક્ષણ, ખેતી અને સરકારી નોકરીઓમાં  યોગદાન હોવાનું જણાવી હતું.
ધોડિયા સમાજના નટુભાઈએ કનુભાઈ દેસાઈને  કર્મઠ નેતા હોવાનું જણાવી તેઓ જાતિભેદ વર્ણભેદ વિના વલસાડ પારડી અને સમગ્ર ગુજરાતનો કાયાપલટ કરી હોય તેઓને વિધાનસભામાં ધોડિયા સમજના લોકો દ્વારા ખૂબ જગી મતદાન કરી જીતાડવાની હાકલ કરી હતી.
વલસાડ-ડાંગ વિસ્‍તારના સાંસદ કે.સી.પટેલ આજના કાર્યક્રમમાં છવાઈ ગયા હતા. તેઓ પોતે પણ ધોડિયા સમાજમાંથી આવતા હોય ધોડિયા સમાજની ઉત્‍પત્તિ , સંસ્‍કળતિ, સામાજિક રીતભાતોની ઓળખ આપી હતી તેઓ જણાવ્‍યું હતું કે કનુભાઈ દેસાઈ જ્‍યારે સૌ પ્રથમ જિલ્લા પ્રમુખ બન્‍યા ત્‍યારથી તમામ બદી ઓ દૂર કરી છે. પારડી વિસ્‍તારમાં અન્‍ય પક્ષે આયાતી ઉમેદવાર ને ટિકિટ આપી હોય તેઓની  ડિપોઝિટ પણ જપ્ત થાય એવું મતદાન કરાવી કનુભાઈ દેસાઈને જીત અપાવવાનું કામ ધોડીયા સમાજ કરશેહોવાનું જણાવ્‍યું હતું.
180- પારડી વિધાનસભાના ઉમેદવાર કનુભાઈ દેસાઈ પણ ધોડીયા સમાજની એકતા અને એક મંચ પર જોઈ જણાવ્‍યું હતું કે હવે મારી જવાબદારી ખૂબ વધી ગઈ છે અને વર્ષો પછી આટલી મોટી સંખ્‍યામાં સફેદ ટોપીઓ જઈ ખૂબ આનંદ થયો છે, દેસાઈ અને ધોડીયા સમાજનો વર્ષોથી અતૂટ નાતો જોડાયેલો છે, વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સમાજ સમરસ થયો હોય હવે કોઈ વાત નહીં પરંતુ વિકાસ જ ચાલશે હોનું જણાવ્‍યું હતું.
આજના કાર્યક્રમના ને સફળ બનાવવા પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, પારડી શહેર યુવા ભાજપ પ્રમુખ જેશિગ ભરવાડ તથા એમની સમગ્ર ટીમ, ખડકીના શંકરભાઈ, સુખેશના પુનિતભાઈ, ઉદવાડાના ધર્મેશભાઈ વિગેરેનાઓએ ખૂબ મહેનત કરી સમગ્ર પારડી તાલુકાના ધોડીયા સમાજને એક મંચ પર લાવી આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો
આજના આ કાર્યક્રમમાં 180- પારડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ, મહારાષ્‍ટ્ર થી પધારેલા વિલે પાર્લેના ધારાસભ્‍ય પરાગજી, વલસાડના સાંસદ કે સી પટેલ, ગુજરાત ભાજપના ઉપાધ્‍યક્ષ ઉષાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન , પારડી તાલુકા પ્રમુખ મિતલબેન, પારડી નગરપાલિકા ઉપપ્રમુખ સંગીતાબેન, ગોવિંદભાઈ પટેલ, બહાદુરભાઈ તથા ખૂબ મોટીસંખ્‍યામાં ભાજપના કાર્યકર્તાઓ અને ધોડીયા સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

સેલવાસ પોલીસે 8 જુગારીઓને ઝડપી પાડયા

vartmanpravah

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

vartmanpravah

ખેડૂતોની વાડીઓમાંથી વધી રહેલા મોટર ચોરીના બનાવો બાબતે પારડી પોલીસ અને ભંગારીયાઓ વચ્‍ચે બેઠક યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

દમણ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થતાં તેમને આપવામાં આવેલું ભવ્‍ય વિદાયમાન

vartmanpravah

Leave a Comment