Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.10: ચીખલી તાલુકાના હરણગામમાં ધૂળ વાળી રેતીના ઉપયોગ સાથે આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં નકરી વેઠ ઉતારી તકલાદી કામ કરાતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.


આરોગ્‍ય વિભાગની પીઆયુ શાખા દ્વારા રૂા.27.99 લાખ રૂપિયાના ખર્ચે હરણગામ સબ સેન્‍ટરનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં ચોખ્‍ખી ગુણવત્તાયુક્‍ત રેતીના સ્‍થાને ધૂળવાળી રેતીનો ઉપયોગ કરવામાં આવતા આ અંગે જાગૃત નાગરિક દ્વારા કોન્‍ટ્રાક્‍ટરનું ધ્‍યાન દોરી રેતી બદલવા માટે જણાવાયું હતું. પરંતુ આ ગુણવત્તા વિહીન રેતીના ઉપયોગથી બાંધકામ કરાતા કામની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે. કોન્‍ક્રીટમાં પણ ધૂળવાળી રેતીનો ઉપયોગ કરાતા કોન્‍ક્રીટની મજબૂતાઈ પણ નબળી થતી હોય છે. પૂરતા સૂપરવીઝનના અભાવે વચ્‍ચે ગુણવત્તા વિહીન માલ સામાનના ઉપયોગથી કરાતા બાંધકામમાં સરકારના લાખો રૂપિયાના એંધાણ બાદ પણ લોકોને સુવિધા મળતી નથી. આ રીતે તકલાદી કામો થતા ટૂંકા ગાળામાં જ દીવાલોમાં સ્‍લેબના પ્‍લાસ્‍ટરમાં મસમોટી તિરાડો પડવા સાથે પોપડા ખરી પડતા હોય છે. ત્‍યારે પીઆઇયુના જવાબદારઈજનેરો દ્વારા ગુણવત્તા યુક્‍ત માલ સામાનનો ઉપયોગ થાય તેની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. જો કે સરકારી ગ્રાન્‍ટમાંથી મલાઈ ખાવા ટેવાયેલા લાંચિયા અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરાતા ઈજારદારોને ભ્રષ્ટાચાર આચરવાનું મોકળું મેદાન મળી જતું હોય છે.
હરણગામમાં હાલે બીજી રેતી નાંખવામાં આવી છે. પરંતુ હમણાં લિન્‍ટલ લેવલ સુધીનું બાંધકામ થઈ ગયું છે અને તેમાં ધૂળવાળી રેતીનો જ ઉપયોગ કરાયો છે. ત્‍યારે આ બાંધકામ કેટલું ટકાઉ અને ગુણવત્તા યુક્‍ત હશે તે સમજી શકાય તેમ છે. ત્‍યારે આ બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાઈ તે જરૂરી છે.
ટીએચઓ ડો.અનિલભાઈના જણાવ્‍યાનુસાર હરણગામે સબ સેન્‍ટરના બાંધકામના સ્‍થળની મુલાકાત લેતા રેતી ધૂળવાળી ખરાબ જણાતા આ અંગે પીઆઈયુના અધિકારીને જાણ કરવામાં આવેલ છે.

Related posts

છીણમ મુખ્ય રસ્તાથી નવવાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત કરતાં સાંસદશ્રી સી.આર.પાટીલ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

Leave a Comment