Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દપાડા ગ્રામ પંચાયતનું મુખ્‍ય લક્ષ્યઃ વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગામના જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડવાનો

  • સરપંચ છગનભાઈ માહલાની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત દપાડામાં ગ્રામસભા યોજાઈ

  • વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી) ગ્રામજનોની સમક્ષ રજૂ કરી તેને સર્વાનુમતે આપેલી મંજૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના મિનિસ્‍ટ્રી ઓફ ડેવલપમેન્‍ટ પંચાયતી રાજના નિર્દેશ મુજબ તથા પંચાયતી રાજ અને રૂરલ ડેવલપમેન્‍ટ સેક્રેટરી દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારીના આદેશ મુજબ આજે ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’-ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અભિયાન અંતર્ગત સરપંચ શ્રી છગનભાઈ એસ. માહલાની અધ્‍યક્ષતામાં દપાડા ગ્રામ પંચાયતની ગ્રામસભા મળી હતી. જેમાં દાનહ જિલ્લા પંચાયતના દપાડા વિભાગના સભ્‍ય શ્રી રમેશભાઈ એસ. માહલા, દાનહ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિથુન રાણા, સાયલી ગ્રામ પંચાયતના વોર્ડ સભ્‍યો તથા એનઆરએલએમ વિભાગ, ઉચ્‍ચ માધ્‍યમિક અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન વિભાગ, પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગ, આરોગ્‍ય વિભાગનાઅધિકારી, બેંક ઓફ બરોડાના અધિકારી, પીડબ્‍લ્‍યુડી વિભાગ, પશુપાલન વિભાગ, ખેતી નિયામક વિભાગ, એસ.સી., એસ.ટી. કોર્પોરેશન, દપાડા ગ્રામ પંચાયતનો સ્‍ટાફ તથા આંગણવાડી કામદારો, સેલ્‍ફ હેલ્‍પ ગૃપની બહેનો તેમજ દપાડા પંચાયતના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ ગ્રામસભામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી ગામના જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડી તેઓને આ યોજનાઓનો લાભ સળરતાથી મળી રહે એ રીતે લાગુ કરી ગામ સમૃદ્ધ અને તંદુરસ્‍ત બને તે બાબતે ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી) ગ્રામજનોની સમક્ષ રજૂ કરી તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

Related posts

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

vartmanpravah

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

દાનહ અને મહારાષ્‍ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્‍કેલનો ભૂકંપ : સેલવાસનું નરોલી એપિસેન્‍ટર

vartmanpravah

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

Leave a Comment