પારડી વલસાડ અને ધરમપુર ખાતે આવી રહેલ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે જનમંચ કાર્યક્રમ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.23: ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાજી ટુંક સમયમાં આવી રહેલ વલસાડ જિલ્લાની ધરમપુર, વલસાડ, અને પારડી નગરપાલિકાની આવનાર ચૂંટણી સંદર્ભે તારીખ 25.09.2024 ના રોજ વલસાડ જિલ્લાખાતે પધારી રહ્યા છે જેઓ સવારે 10.30 કલાકે ધરમપુર ખાતે મહારાણા પ્રતાપ મેરેજ હોલ ખાતે ધરમપુર નગરપાલિકા તથા મામલતદાર ઓફિસની સામે પધારી નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોની વિવિધ સમસ્યાઓ જનમંચ કાર્યક્રમ દ્વારા સાંભળી અને લેખિતમાં લઈ આ પ્રશ્નોને વાચા આપશે.
ત્યારબાદ બપોરે 2:30 કલાકે કિલ્લા પારડી ખાતે આવેલ ધીરુભાઈ સત્સંગ હોલ, હાઇવે નંબર 48, જૂની મામલતદાર કચેરીની બાજુમાં ખાતે પધારી પારડી તથા વલસાડ નગરપાલિકાના અને ગ્રામ્ય વિસ્તારના તમામ કાર્યકરોને પણ જનમંચના કાર્યક્રમ દ્વારા તેઓની વિવિધ સમસ્યાઓ સાંભળી આ પ્રશ્નોને વાચા આપશે.
વલસાડ અને પારડી નગરપાલિકાના, વલસાડ અને પારડી તાલુકાના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ, નગર પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, કારોબારીના તમામ સભ્યોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું બિપીનકુમાર મોહનલાલ પટેલ. (પ્રમુખ પારડી શહેર કોંગ્રેસ સમિતિ), મેહુલભાઈ વશી. (પ્રમુખ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ), નરેશભાઈ પરીખ (પ્રમુખ – વલસાડ નગરપાલિકા કોંગ્રેસ સમિતિ), પ્રકાશભાઈ પટેલ – પ્રમુખ વલસાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવે છે.