December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.13: વલસાડ જિલ્લાના પારડી તાલુકાની બરઈ પ્રાથમિક શાળા ખાતે તા.14 અને 15મી ડિસેમ્‍બરના રોજ બી.આર.સી. પારડી દ્વારા આયોજિત તાલુકા (બી.આર.સી) કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન – 2022 યોજાશે. આ પ્રદર્શનનો મુખ્‍ય વિષય ટેક્‍નોલોજી અને રમકડાં રાખવામાં આવ્‍યો છે. પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી મિત્તલબેન જે. પટેલના હસ્‍તે તા. 14મી ડિસેમ્‍બરના રોજ સવારે 11.30 વાગ્‍યે કરવામાં આવશે. આ પ્રદર્શન દ્વારા બાળકો અને શિક્ષકોના નાવિન્‍યપૂર્ણ અને રચનાત્‍મક વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રોત્‍સાહન મળશે. પ્રદર્શનનું સમાપન તા.15મી ડિસેમ્‍બરના રોજ બપોરે 3.00 વાગ્‍યે થશે.

Related posts

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એપ્રિલના બીજા પખવાડિયામાં સેલવાસ-દમણની મુલાકાતે આવી શકે છે

vartmanpravah

દાનહ નરોલીનું ગૌરવ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સતત પ્રયાસોના કારણે ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને આર.બી.આઈ. દ્વારા મળેલું લાઇસન્‍સ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ બિઝકિડ્‍સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

Leave a Comment