April 18, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

  • શિવસેના દ્વારા જારી ઘોષણા પત્રને લોકોને ગુમરાહ કરનારો ગણાવતું કોંગ્રેસ

  • દગાખોરીની અપનાવેલી રાજનીતિના કારણે જ ફક્‍ત દાનહની જનતાને જ નહીં પરંતુ પોતાને પણ થયેલું અક્ષમ્‍ય નુકસાનઃ દાનહ કોંગ્રેસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે શિવસેના દ્વારા જાહેર કરવામાં આવેલ ઘોષણા પત્રને જનતાનો નહીં પરંતુ પ્રદેશની જનતાને ગુમરાહ કરનાર ઘોષણા પત્ર હોવાનો પ્રદેશ કોંગ્રેસે દાવો કર્યો હતો.
દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ યાદ અપાવતા જણાવ્‍યું હતું કે, સતત 20 વર્ષ સુધી સંસદમાં દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્‍વ કરનારા સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરે પોતાના કાર્યકાળ દરમિયાન શા માટે વિધાનસભાના ગઠન અંગે પ્રાઈવેટ બિલ લાવવાની હિંમત નહીં કરી? પડોશના દમણ-દીવના તત્‍કાલિન કોંગ્રેસી સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલે લોકસભામાં વિધાનસભા ગઠન અંગે પ્રાઈવેટ બિલ લાવવાની હિંમત કરી હતી તો તે સમયે દાદરા નગર હવેલીના સાંસદે શા માટે સમર્થન નહીં આપ્‍યું હતું?
દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ ભારપૂર્વકજણાવ્‍યું હતું કે, કોંગ્રેસ સાથે વફાદારી પૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો દાદરા નગર હવેલીમાં ક્‍યારનીય વિધાનસભા આવી ગઈ હોત. તેમણે પંચાયતી રાજનું દૃષ્‍ટાંત આપતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી ખાતે કોંગ્રેસના રાજમાં જ પંચાયતોનો સુવર્ણ કાળ હતો. પરંતુ દગાખોરીની અપનાવેલી રાજનીતિના કારણે જ ફક્‍ત દાદરા નગર હવેલીની જનતાને જ નહીં પરંતુ પોતાને પણ અક્ષમ્‍ય નુકસાન થયું હોવાનો દાવો દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ કર્યો છે.

Related posts

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

vartmanpravah

દાનહમાં સમગ્ર શિક્ષણ અંતર્ગત યોજાયો જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવઃ જિલ્લાના 4 વિભાગોએ અલગ અલગ થીમ ઉપર રજૂ કરેલી કૃતિઓ: દરેક થીમ માટે આપવામાં આવેલા પ્રથમ અને દ્વિતીય નંબર

vartmanpravah

દાનહ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંગે જિલ્લા સ્‍તરીય યોજાયેલી બેઠક

vartmanpravah

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા શ્રમિકોને તેમની સમસ્‍યા અને સમાધાન માટે હેલ્‍પલાઇન સેવાનો આરંભ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

Leave a Comment