September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં જૂના ગરનાળા પાસેથીચોરીની મોપેડ સાથે કિશોરને એસ.ઓ.જી.એ ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપીમાં ખરાબ સંગતના કારણે આજે યુવા પેઢી ખોટા રસ્‍તે ચઢી જઈને ખુદની સાથે પરિવારની જીંદગી ખરાબ કરતા હોય છે. કંઈક તેવો બનાવ વાપીમાં બન્‍યો છે. જુના રેલવે ગરનાળા પાસેથી એસ.ઓ.જી. ચોરેલી મોપેડ સાથે કિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાપી એસ.ઓ.જી.ની સ્‍પેશિયલ ટીમને બાતમી મળી હતી કે ચોરેલી મોપેડ સાથે એક કિશોર રેલવેના જુના ગરનાળા પાસેથી પસાર થવાનો છે તે મુજબ એસ.ઓ.જી.એ વોચ ગોઠવી વાહન ચેકીંગ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન એક કિશોર જીજે 05 એક્‍સએક્‍સ 3232 નંબરની મોપેડ લઈને આવી પહોંચ્‍યો હતો. પોલીસે વાહનના પેપર માંગેલા, પુરાવા માંગેલા જે કિશોર આપી શક્‍યો નહોતો તેથી પોલીસે તેની અટક કરી 70 હજારની મોપેડ મુદ્દામાલ સાથે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

સરકારી પ્રાથમિક -ઉચ્‍ચ પ્રાથમિક શાળા ઝરીમાં શિક્ષક દિનની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ટીપીઈઓ અને બીટ નિરીક્ષકોની જગ્‍યા લાંબા સમયથી ખાલી

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 12010 કેસોમાંરૂ.29,66,41,465 નું સમાધાન કરાયું

vartmanpravah

તા.૨૧ મીએ મરોલી ખાતે હેલ્થમેળાનું આયોજન

vartmanpravah

Leave a Comment