Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

 

 

વલસાડ બેઠક ઉપર ભરતભાઈ પટેલ, પારડી બેઠક ઉપર કનુભાઈ દેસાઈ, કપરાડા બેઠક ઉપર જીતુભાઈ ચૌધરી, ઉમરગામ બેઠક ઉપર રમણભાઈ પાટકર અને ધરમપુર બેઠક ઉપર અરવિંદભાઈ પટેલનો જળહળતો વિજય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08 : છેલ્લા એક મહિનાથી વલસાડ જિલ્લો ચૂંટણી રાજકારણથી રંગાઈ ગયો હતો. ઠેર ઠેર વિવિધ પક્ષોના ઉમેદવારોની રેલીઓ, પ્રચાર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારનો જબરજસ્‍થ દોર છવાયેલો રહ્યો હતો. ગત તા.01 ડિસેમ્‍બરના જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ચૂંટણી મતદાન સંપન્ન થયા બાદ રાજકીય માહોલ ઘટયો હતો. તમામ પાંચ બેઠકોના મતદાન બાદ મતદારોએ તેમના મતો ઈ.વી.એમ.માં કેદ કરી દીધા હતા અને સસ્‍પેન્‍સનો પ્રારંભ થઈ ચૂક્‍યો હતો. જિલ્લામાં સૌ કોઈ તા.08 ડિસેમ્‍બર મત ગણતરીના દિવસની રાહ જોઈ ઘડીયો ગણી રહ્યા હતા. અંતે આજે 08મી ડિસેમ્‍બરના ઉગેલા સુરજએ વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુરની બેઠકો ઉપર ચૂંટણી લડી રહેલ 35 ઉમેદવારોના ભાવિનો ફેંસલો વલસાડ સરકારી એન્‍જિનિયરિંગ કોલેજમાં હાથ ધરાયેલ મત ગણતરીમાં આપી દીધો હતો. જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપરભાજપના ઉમેદવારોએ ભવ્‍ય જીત મેળવી હરીફ અન્‍ય પક્ષના ઉમેદવારોને ધ્‍વસ્‍ત કરી વિજયી બન્‍યા હતા. વલસાડ જિલ્લા માટે મતદારોના આજનો ચુકાદો હિસ્‍ટોરિકલ સાથે વિક્‍ટરી બની ગયો હતો.
વલસાડની સરકારી એન્‍જિનિયરિંગ કોલેજમાં આજે ગુરૂવારે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ હાથ ધરાયેલ મત ગણતરી સવારે 8:00 કલાકે પ્રારંભ થઈ ચૂકી હતી. પ્રારંભમાં પોસ્‍ટલ મતો ગણતરી પૂર્ણ કરાયા બાદ તમામ પાંચ ઉમેદવારોના કેદ મતોના ઈ.વી.એમ. ખોલાયા હતા. જેમાં સવારના પ્રથમ રાઉન્‍ડથી જ ભાજપના જિલ્લાના તમામ પાંચ બેઠકોના ઉમેદવારોની લીડ શરૂ થઈ ચૂકી હતી. આ લીડ અંતિમ રાઉન્‍ડ સુધી ચાલુ રહી હતી. મત ગણતરીના અંતે વલસાડ ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલ, જિલ્લામાં સૌથી વધુ 103776 મતોની લીડ સાથે વિજેતા થયા હતા. ઉમરગામ બેઠક ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકર 64786 મતની લીડ તથા કપરાડા બેઠક ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 32968ની લીડ તથા ધરમપુર બેઠક ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ 33327 મતોની લીડ સાથે જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર વિજય હેટ્રીક નોંધાવી હતી. વર્તમાન ચૂંટણીમાં ધરમપુર બેઠક ઉપર 4189, વલસાડ બેઠક ઉપર 2185, પારડી બેઠક ઉપર 2316, ઉમરગામ બેઠક ઉપર 2772 અને કપરાડાની બેઠક ઉપર 4020 નોટા મતો પડયા હતા. જ્‍યારે ધરમપુરનીચતુર્થ પાંખીયા જંગમાં કોંગ્રેસના ઉમેદવાર કિશન પટેલને 33507 મતથી વધારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કમલેશ ઘેલાભાઈ પટેલને 50227 મતો મેળતા નવા સમીકરણ રચાયા હતા. જ્‍યારે બહુચર્ચિત આદિવાસી આંદોલન ચલાવનાર અપક્ષ ઉમેદવાર કલ્‍પેશ પટેલને માત્ર 19490 મતો આપી મતદારોએ ચુકાદો આપી દીધો હતો. મત ગણતરી બાદ તમામ શહેરોમાં વિજય સરઘસ નિકળ્‍યા હતા.

Related posts

વાપીના ચલા ખાતે 123મી રંગ જયંતીની ભક્‍તિભાવ પૂર્વક કરોલી ઉજવણી

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

યુનોનું સભ્‍યપદ મેળવ્‍યા પછી થોડા જ સમયમાં એટલે કે 22 ડિસેમ્‍બર 1955ના રોજ પોર્ટુગલે ભારત વિરૂદ્ધ હેગ ખાતેના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કર્યો

vartmanpravah

સીબીએસસીઆઈ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ઝળકી

vartmanpravah

ભિલાડ નંદીગામના પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવી પેમેન્‍ટ કર્યા વગર ભાગી છુટેલા આરોપી ધવલ જાડેજા પોલીસ હિરાસતમાં

vartmanpravah

Leave a Comment