Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ 21 અરજદારને રૂબરૂ સાંભળી પ્રશ્નોનું સ્‍થળ પર નિવારણ કર્યું

અરજદારોના વિવિધ પ્રશ્નોનો સત્‍વરે નિકાલ કરી તેનો રિપોર્ટ કરવા પણ અધિકારીઓને તાકીદ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: પ્રજાના પ્રશ્નોનો ઝડપી અને પારદર્શી ઉકેલ આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી જિલ્લા સ્‍વાગત-વ- ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન ગ્રામ્‍ય, તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ દર મહિને કરવામાં આવે છે. દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાનાર સ્‍વાગત કાર્યક્રમ તા.27 એપ્રિલે વલસાડ કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. જેમાં ગત માસના સ્‍વાગત કાર્યક્રમના 11 પડતર પ્રશ્નોની ચર્ચા થયા બાદ ચાલુ એપ્રિલ માસના 33 પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાંથી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ થયો હતો. જ્‍યારે 3 પ્રશ્નો પેન્‍ડિંગ રહ્યા હતા. 21 અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્‍યા હતા. સૌથી વધુ પ્રશ્નો જમીન અને રસ્‍તાને લગતા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી તરીકે હતા ત્‍યારે તેમણેપ્રજાની સુખાકારી માટે લોકોને અસર કરતા નાના મોટા પ્રશ્નોનો અધિકારીઓની દરમિયાનગીરીથી હકારાત્‍મક નિકાલ આવે તે માટે સ્‍વાગત કાર્યક્રમની શરૂઆત તા.23 એપ્રિલ-2003ના રોજ કરી હતી. જેના થકી લોકોની સમસ્‍યાનું સુખદ સમાધાન થતા સ્‍વાગત કાર્યક્રમ એક લોક અભિયાન બની ગયું છે. હાલમાં સ્‍વાગત સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્‍યારે દર માસના ચોથા ગુરૂવારની જેમ આજે પણ તા.27 એપ્રિલને ગુરૂવારે સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. જેમાં ગત માસના જિલ્લા સ્‍વાગત કાર્યક્રમના પડતર પશ્નોમાં વાપીના ડુંગરામાં જમીનના બિનખેતીના હુકમનો રેકર્ડ, ઉમરગામના ડહેલીમાં ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર સમિતિ બનાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર, ફણસા ગામમાં જમીનમાં પરવાનગી વિના ચાલતા બિન અધિકૃત બાંધકામ, પારડીના સુખેશ ગામમાં ફોરેસ્‍ટ ઝાડો કાપવા, વાપી ચણોદમાં બિનખેતીની જમીન પરથી આવતા જતા અટકાવવા, ચણોદમાં સ.નં. 441નો એન.એ.ઓર્ડર અને બાંધકામ પરવાનગી રદ કરવા, પારડીના સોંઢલવાડાના અરજદારને વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ બેંક ઓફ બરોડાની મોટા વાઘછીપા બ્રાંચ દ્વારા લોન આપવી, ઉમરગામના સંજાણમાં સરકારી રસ્‍તા પર બાંધકામ કરી રસ્‍તો બંધ કરવો, પારડીના કોલકમાં વારસાઈ નોંધ,વલસાડના નનકવાડામાં સુમિત્રા પાર્કની બાજુના સરકારી રસ્‍તા પરથી અવર જવર માટે રસ્‍તો આપવો અને સરીગામમાં જમીનના રેકર્ડમાં નામ ઉમેરી સુધારો કરવા બાબતના પ્રશ્નોની ચર્ચા કરી હકારાત્‍મક ઉકેલ લાવવામાં આવ્‍યો હતો.
કાર્યક્રમ દરમિયાન ચાલુ એપ્રિલ માસના સ્‍વાગત કાર્યક્રમમાં ઉમરગામના તુંબ-ખતલવાડામાં જમીનમાં ગેરકાયદેસર પ્રદૂષિત સફેદ કલરનો મારબલ વેસ્‍ટને સંગ્રહ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડવું, કપરાડાના વાજવડમાં રસ્‍તો બંધ કરવો, વલસાડના વાસણ ગામમાં તવડી ફળિયામાં બિસ્‍માર માર્ગનું નવીનીકરણ, કપરાડામાં ખેડ ખાતા નં. 578માં આવેલા સ.નં. 1408માં સયુક્‍ત મિલકતમાં ગેરકાયદેસર શોપિંગ સેન્‍ટરનું બાંધકામ, ઉમરગામ રેલવે એલ.સી. ગેટ નં. 66 પર ઓવરબ્રિજનું કામ ઝડપી પૂર્ણ કરવા અને બાજુમાંથી વાહનોની અવર જવર માટે સર્વિસ રોડ બનાવી આપવો, ધરમપુરના માકડબનમાં એટીવીટી દ્વારા નવી મંજૂર કરેલી ટાંકીનું પાણી હજુ સુધી મળ્‍યુ નથી, વલસાડના નંદાવલા પાસે કોલાઈ ખાડીમાં કેમિકલયુક્‍ત પાણી છોડવુ, વાપી જીઆઈડીસીમાં ફૂટપાથ પર સ્‍ટીમ માટેની પાઈપલાઈન નાંખવી, ઉમરગામના ખત્તલવાડામાં જમીન રેકર્ડમાં નામ દાખલ કરવા, ઉમરગામના મરોલીમાં જમીનની માપણી, પારનેરા પારડી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીદ્વારા મકાન બાંધકામની પરવાનગી ન આપવી, ઉમરગામ જમીન પર દબાણ, ભીલાડ રેલવે ફાટકથી સરીગામ જીઆઈડીસી-સંજાણ તરફ આવતા જતા ભારે વાહનોને સવારે અને સાંજે નો એન્‍ટ્રી આપવી, ભીલાડ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રનું સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલમાં રૂપાંતર, વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્‍ટ સંચાલિત પાર્ટી પ્‍લોટ, વાપીના ચણોદમાં દુકાનોનું દબાણ, ઉમરગામના પળગામમાં સ્‍મશાન ભૂમિ, પાલી કરમબેલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં નાણાંની ઉચાપત, પારડીના નેવરીમાં માલિકીની જમીનમાંથી વીજ ટાયર પસાર થતા જમીનને નુકશાન થતા વળતર, ચીવલ ગામમાં ગોળ ફળિયા તથા પેલાદ ફળિયાને જોડતો પુલ ઉંચો કરવો, ચીવલ મુખ્‍ય શાળાનું કંપાઉન્‍ડ વોલ, ચીવલ મુખ્‍ય શાળામાં પાણીની વ્‍યવસ્‍થા, ચીવલમાં એસટી બસ સેવા, પારડીથી ચીવલ મુખ્‍ય રસ્‍તાથી ઝાડી ફળિયાને જોડતો રસ્‍તો બનાવવો, ઉદવાડાથી રોહિણા સુધીના રસ્‍તામાં ભયજનક વળાંક હોવાથી વારંવાર અકસ્‍માતના બનાવો, વાપી પાલિકા એરિયામાં મચ્‍છી માર્કેટમાં શટર મેઈન રોડ પર બનાવી આપવા, મગોદ-ડુંગરીમાં દિવેદ જુથ યોજના હેઠળ આવતા પીવાના પાણી અંગે મુશ્‍કેલી, વલસાડના સારંગપુરમાં રસ્‍તાના કામમાં નાણાંની ઉચાપત, ઉંટડીમાં સરકારી જમીન પર પાકા મકાનોને સીલ મારી સરકાર હસ્‍તક લેવાસહિતના પ્રશ્નોની ચર્ચા અરજદારોની ઉપસ્‍થિતિમાં થઈ હતી. જેમાંથી મોટેભાગના પ્રશ્નોનો અરજદારોને સંતોષ થાય તે રીતે નિકાલ કરવામાં આવ્‍યો હતો.
સ્‍વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ અરજદારોના વિવિધ પ્રશ્નોનો સત્‍વરે નિકાલ કરી તેનો રિપોર્ટ કરવા પણ અધિકારીઓને તાકીદ કરી હતી સાથે જ અરજદારોને પણ હૈયાધરપત આપી કે, જો નિયત સમય મર્યાદામાં તમારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો ફરી સંપર્ક કરી શકો છો. એમ કહેતા અનેક અરજદારોએ બંને ઉચ્‍ચ અધિકારીનો આભાર માન્‍યો હતો.
આ પ્રસંગે પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, અધિક નિવાસી કલેકટર અનસૂયા ઝા, નાયબ પોલિસા અધિક્ષકો સર્વે આર.ડી.ફળદુ અને એ.કે.વર્મા, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, કેતુલ ઈટાલિયા અને ડી.જે.વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંકિત ગોહિલ સહિત જિલ્લાના તમામ તાલુકાના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

vartmanpravah

સેલવાસ નગરપાલિકાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ સંદર્ભે દાનહ વેપારી એસોસિએશને રેલી કાઢી કલેક્‍ટર ભાનુ પ્રભાને આપેલું આવેદનપત્ર

vartmanpravah

દાનહ ટોકરખાડા હાઈસ્‍કૂલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિનું મોટાભાગનું શ્રેય પિંપુટકર, રમણ ગુજર અને નાના કાજરેકરે કરેલા પ્રદેશ નિરીક્ષણને જાય છે

vartmanpravah

Leave a Comment