October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોરોના કેસમાં ઓરિએન્‍ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.11: કોરોના કાળની બીજી લહેરમાં જ્‍યારે મોટા ભાગના તમામ લોકો ઝપેટમાં આવ્‍યાં હતાં તે સમયે ઉમરગામ ટાઉન ખાતે રહેતા રાજુભાઈ ઠાકોરભાઈ ભંડારી પણ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયા હતાં. જેમને તારીખ 18-05-2022 ના રોજ વાપીની સિટી મલ્‍ટીમ્‍લેક્‍સ હોસ્‍પિટલમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્‍યાં હતાં જેમને તા.24-05-2022 ના રોજ 1,56,683 નું બિલ ભરી હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યાં હતાં. રાજુભાઈ પાસે ઓરિએન્‍ટલ વીમા કંપનીનો રૂા.2 લાખનો વીમા કવચ હતો જેથી તેમણે જરૂરી તમામ દસ્‍તાવેજ સાથે વીમા કંપની પાસે વીમા રાશીનો કલેઈમ કર્યો હતો. ઓરિએન્‍ટલ વીમા કંપની દ્વારા કોરોના કેસમાં ઓક્‍સિઝન, ગ્‍લોવ્‍સ, માસ્‍ક, નુબેલેજેશન જેવી કૅન્‍સ્‍યુમેંબલ વસ્‍તુઓ વીમા કવજમાં ન આવતી હોવાનું કારણ આપી મૂળ રકમના 50 ટકા જેટલી માતબર રકમ કાપી માત્ર 72366 ની વીમા રાશી મંજૂર કરવામાં આવી હતી જેથી વીમા કંપનીના નિર્ણયથી નારાજ વિમાધારક રાજુ ભંડારી દ્વારા પોલિસી ખોલવા મીઠી મીઠી વાતો કરી આંટા ફેરકરતાં અજ્ઞાની એજેન્‍ટો અને લોભામણી ઓફર સાથે ફૂદડી લગાવતી શરતો વાલી ભારતની ખ્‍યાતનામ વીમા કંપની ઓરિએન્‍ટલ ઈન્‍સુરન્‍સ કંપનીને વલસાડની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પડકરવામાં આવી હતી. જેમાં ફરિયાદી પક્ષના વકીલ અપૂર્વ દેસાઈ દ્વારા તેમના અસીલ પાસે 2 લાખનો વીમા કવજ હોય તેમજ પોલિસી સમયે કોઈ લેખિત વિશેષ શરત આપવામાં આવી ના હોય તેમજ વીમા કંપની દ્વારા શરતનું ખોટી રીતે અર્થઘટન કરી ગ્રાહક સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવી લડત આપવામાં આવી હતી. જેને માન્‍ય રાખી ગ્રાહક સુરક્ષા કોર્ટના જજ વી. બી. વર્મા દ્વારા વીમા કંપનીને સેવામાં બેદરકારી માની વિમાધારાકને છેતરી અન્‍યાય કરવાનું ઠેરવી ફરિયાદી રાજુ ભંડારીને બાકી નીકળતા 62169 ફરિયાદની તારીખ થી 7 ટકા લેખે વ્‍યાજ સહીત ચૂકવાનો આદેશ કર્યો છે તેમજ વિમાધારકને પડેલ શારીરિક તેમજ માનસિક ત્રાસ પેટે વધારેના 2500 ચૂકવાનો પ્રશંસનીય હુકમ કરવામાં આવ્‍યો હતો. કોરોના કાળમાં અસંખ્‍ય વિમાધારક દર્દીઓને શરતોનું ખોટું અર્થઘટન કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ઈન્‍સુરન્‍સ કંપની માટે વલસાડ ગ્રાહક સુરક્ષા કોર્ટનો આ પ્રજાલક્ષી નિર્ણાયક ચુકાદો ખતરાની ઘંટી સમાન સાબિત થશે.

Related posts

દીવમાં શાળાના બાળકો માટે યોજવામાં આવ્યો સાયબર અવેરનેસ અને સેન્સિટાઈઝેશન કાર્યક્રમ

vartmanpravah

સરપંચ કુંતાબેન વરઠાની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાના હુમલામાં મહિલાના મોત બાદ મધરાતે એક વાછરડાને ફાડી ખાતા સમગ્ર વિસ્‍તારમાં સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment