August 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

લાભાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે પોષણ કીટ વિતરણ તેમજ આરોગ્‍ય મોબાઈલ વાનનું લોકાર્પણ કરાયું

વલસાડઃ તા.૨૯ : વલસાડ જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી આંબેડકર ભવન, વલસાડ ખાતે કરવામાં આવી હતી. જેમાં આઇ.સી.ડી.એસ.ના લાભાર્થીઓને તેમજ કાર્યકરોને મહાનુભાવોના હસ્‍તે પોષણ કીટ વિતરણ કરવા ઉપરાંત કપરાડા અને ધરમપુર તાલુકાની બે આરોગ્‍ય મોબાઈલ વાન (મોબાઈલ હેલ્‍થ યુનિટ)નું લોકાર્પણ કરવામાં આવ્‍યું. પોષણ કીટમાં અમુલ ઘી, દેશી ચણા, મગ, તુવેર દાળ, ગોળ, શીંગ દાણાનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

આ અવસરે ધારાસભ્‍ય ભરતભાઇ પટેલે આરોગ્‍ય અને પોષણની સેવા બાબતે જરૂરી માર્ગદર્શન આપી રાજ્‍ય સરકારે આરોગ્‍ય ક્ષેત્રે અમલી બનાવેલી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં મહિલા બાળ યુવા પ્રવૃતિ સમિતિના અધ્‍યક્ષ રંજનબેન પટેલ, આઇસીડીએસના જિલ્લા પ્રોગ્રામ અધિકારી જ્‍યોત્‍સનાબેન પટેલ, મુખ્‍ય આરોગ્‍ય અધિકારી અનિલભાઇ પટેલ, આરસીએચઓ, વલસાડ તેમજ જિલ્લાના તમામ બાળ વિકાસ યોજના અધિકારીઓ, વલસાડ તાલુકાના મુખ્‍ય સેવિકા, આંગણવાડી કાર્યકરો અને સગર્ભા, ધાત્રી બહેનો હાજર રહયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સુત્ર સંચાલન પારડી-૨ના બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

દીવના ઘોઘલા ખાતે વોટર ટેન્‍કર અને ટુ વ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત એક બાળકનું મોત

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

સમરોલી જુના વલસાડ રોડ સ્‍થિત એક સોસાયટીમાં તસ્‍કરોએ કસબ અજમાવી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ્લે રૂ.1.60 લાખની મત્તા ચોરી

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment