January 16, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

ચાલક અનાજ જથ્‍થા માટેના જરૂરી બિલ રજૂ નહી કરતા પોલીસે કાર્યવાહી કરી અટક કરી


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13 : સરકારી રેશનીંગ અનાજનો જથ્‍થો સગેવગે કરવાના અનેક રસ્‍તા વેપારીઓ શોધતા રહેતા હોય છે. અથવા જી.એસ.ટી. વગરના બિલો ફાડી બેનંબરી વેપલા પણ સમયાંતરે વલસાડ જિલ્લામાં બનતા રહે છે. તેવો વધુ અનાજનો જથ્‍થો પોલીસે વલસાડ ધરમપુર રોડ ઉપરથી પકડયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમી અનુસાર આજે મંગળવારે વલસાડ-ધરમપુર રોડ ઉપર ચેકીંગ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન કચીગામ પાસેથી ધરમપુર જઈ રહેલી ઈકો કારને અટકાવી પોલીસે ચેકીંગ કર્યું હતું. જેમાં કારમાં 6 ગુણ 178 કિલો ઘઉંનો તથા 13 ગુણોમાં 656 કિલો ચોખાનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ અનાજના જથ્‍થા માટે પોલીસે ચાલક પાસેથી જરૂરી બિલો માંગતા રજૂ નહી કરી શકતા અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્‍ય સભા

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી સરવૈયા નગરના રહિશો ખુલ્લા ટ્રાન્‍સફોર્મર અને ગંદકીના સામ્રાજ્‍યમાં જીંદગી જીવવા લાચાર

vartmanpravah

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

Leave a Comment