ન્યુ હાઉસીંગ બ્લોક નં.71/1386 માં રહેતો શંકર વિજય સંકેત ઘરેથી જ એમડી ડ્રગ વેચાણ-સપ્લાય કરતો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી જીઆઈઢીસી પોલીસે ગુંજન ન્યુ હાઉસીંગ રહેણાંક વિસ્તારમાં આજે શુક્રવારે રેડ કરી હતી. પોલીસ ઘરમાં રાખવામાં આવેલ 53.37 ગ્રામ મેટાએમ્ફેટાઈન એમ.ડી. ડ્રગ જેની બજાર કિંમત રૂા.5,33,700 નો જથ્થો ઝડપી પાડી આરોપી ઈસમની ધરપકડ કરી હતી.
વલસાડ એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે વાપી જીઆઈઢીસી પોલીસ હદ વિસ્તારમાં આવતા ગુંજન ન્યુ હાઉસીંગ બ્લોક નં.71 રૂમ નં.1386માં આજે શુક્રવારે રેડ કરી હતી. મકાનમાં રહેતા શંકર વિજય સંકેત મૂળ કર્ણાટકની તલાસી લીધી હતી. કાર્યવાહી દરમિયાન ઘરમાંથી પોલીસને ગેરકાયદે માદક પદાર્થ મેટાએમ્ફેટાઈન (એમ.ડી.) ડ્રગનો 53.37 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત રૂા.5,33,700 રૂપિયા થાય છે. તદ્દઉપરાંત ઘરમાંથી પોલીસને રોકડા રૂપિયા 34 હજાર તથા ડ્રગનું વજન કરવા માટે 2 પોર્ટેબલ કાંટા મળી આવ્યા હતા. તેમજ બે માઈલ મળી તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી એન.ડી.પી.એસ. એક્ટ 1985 ની કલમ 8 (સી), 22(સી) 29 મુજબ ગુનોએસ.ઓ.જી.એ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવ્યો હતો. સમગ્ર કાર્યવાહી એ.એસ.આઈ. અશોક કુમાર મળેલ ચોક્કસ બાતમી આધારે ન્યુ હાઉસીંગ રહેણાંક વિસ્તારમાં રહેતા શંકર વિજય સંકેતના ઘરે રેડ કરી હતી. આ કામગીરી પી.એસ.આઈ. આઈ.કે. મિષાી, હે.કો. ભાવેશભાઈ, દિગ્વિજયસિંહ, પો.કો. વિક્રમસિંહ, અરશદ યુસુફ, ડ્રાઈવર હે.કો. સુનિલ કુમાર અને રમેશભાઈ સહિત પોલીસ સ્ટાફે ટીમવર્કથી પાર પાડી હતી.