January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પારસીઓના કાશી ગણાતા ઉદવાડામાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતીની ઉજવણી કરી

આઝાદીના 75 વર્ષ સાચા પરંતુ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી છે, હિન્‍દુસ્‍તાને અમને સમાવી લીધા : બહેરામજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વલસાડ જિલ્લાનું ઉદવાડા એટલે પારસીઓનું કાશી ગણાય છે. મુખ્‍ય ઈરામશાહ આતશ બહેરામનું પારસીઓનું મોટું ધર્મસ્‍થાન ઉદવાડામાં આવેલું છે. આજે મંગળવારે ઉદવાડા આતશ બહેરામમાં પારસી નવા વર્ષની પારસી સમુદાય દ્વારાઉજવણી કરવામાં આવી હતી. જો કે પારસીઓ ઈરાનથી પ્રથમવાર સંજાણ બંદરે ઉતર્યા હતા. પરંતુ ઉદવાડામાં તેઓ દ્વારા પ્રથમ ધર્મસ્‍થળ સ્‍થાપિત કર્યું હતું.
ઉદવાડા ઈરાનશાહ આતશ બહેરામના બહેરામજીએ આજે નૂતન વર્ષની તમામ પારસી ભાઈ-બહેનોને સાલમુબારક, અભિનંદન પાઠવીને ખાસ સંદેશ પણ આપ્‍યો હતો. આપણો દેશ આઝાદીના ગતરોજ 15 ઓગસ્‍ટે 75 વર્ષ પુરા કર્યા તે સાચી વાત છે પણ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી હતી. અમે ઈરાન છોડી હિન્‍દુસ્‍તાન આવીને વસ્‍યા. હિન્‍દુસ્‍તાને અમને સમાવી લેતા આઝાદી 1392 વર્ષ પહેલાં મળી ગઈ છે. આ પ્રસંગે તેઓએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને ખાસ યાદ કર્યા હતા. તેઓ ગુજરાતના સી.એમ. હતા ત્‍યારે ઉદવાડાને ઘણું બધુ આપ્‍યું છે.

Related posts

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનારી કાંટાની ટક્કર

vartmanpravah

વલસાડ મેડિકલ કોલેજમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નેશનલ કુંગ ફુ ચેમ્‍પિયનશિપમાં નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah

Leave a Comment