(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.17: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચાહકો દ્વારા કેક કાપી ધામધૂમથી જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે ચીખલી તાલુકાના વંકાલ વજીફા ગામનાં જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઇટી સેલનાં ઈન્ચાર્જ દિપકભાઈ સોલંકી સાથે તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મીડિયા સેલના મયુરભાઈ દેસાઈ, ઘેજના યુવા અગ્રણી જીગાભાઈ સહીતના સાથે કેક કાપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ચીખલી બસ સ્ટેન્ડ પાસે વંકાલ ગામના રિક્ષા ચાલક સુમનભાઈબાવાભાઈ પટેલ દ્વારા તેમના મોદી રથ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વીશાળ કટ આઉટ મૂકી અન્ય સાથી રીક્ષા ચાલકોની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ નાની બાળકી પાસે કેક કપાવી મીઠાઈ વહેંચી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી તેમના દીધાર્યું માટે પ્રાર્થના કરી હતી.
