Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

> પ્રતિ ક્ષણઊર્જાનાં રક્ષણ થકી જ શક્‍ય ‘ઊર્જા સંરક્ષણ’ > સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળી અને અશ્‍મિભૂત ઇંધણનો બચાવ કરીએ   > બળતણ માટે ગાયનાં છાણનો પણ ઉપયોગ કરીએ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.13: વિશ્વની વધતી જતી જનસંખ્‍યાની સાથે ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. સામાન્‍ય જીવનમાં આપણે ઘણા બધા ઊર્જાસ્રોતોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે વીજળી. વીજળી સામાન્‍ય જનજીવનની જરૂરિયાત છે. વીજળી વગરનું જીવન આજના લોકો માટે શક્‍ય નથી. આપણી આસપાસ નજર કરીએ તો ખ્‍યાલ આવે કે એવી એક પણ ક્ષણ નથી કે જ્‍યારે આપણે વીજળીનો પ્રયોગ નહીં કરતા હોઈએ. સીધી કે આડકતરી રીતે લોકોને હવે સતત એના સંપર્કમાં રેહવું જ પડે છે.
ભારતમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે. અશ્‍મિભૂત ઇંધણ(ઘણા વર્ષોની જહેમત બાદ પ્રાપ્ત થતું ઇંધણ. જેનો વપરાશ કર્યા બાદ તે ઝડપતી પ્રાપ્ત થઈ શકતું નથી.), ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગ માટે પૂરતી ઊર્જા ઉત્‍પન્ન કરે છે, પરંતુ તેમની માટે વધતી માંગને કારણે કુદરતી સંસાધનોમાં ભવિષ્‍યમાં તેની અછત સર્જાઈ શકે છે. ઊર્જા સંરક્ષણ દ્વારા ઊર્જાની બચત કરી શકાય છે. આ ઊર્જાસ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા 14 ડિસેમ્‍બર, 1991નાં વર્ષથી‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ ઉજવવમાં આવે છે. ભારત સરકાર દ્વારા આ માટે કેટલીક યોજનાઓ પણ ઘડવામાં આવી છે જેમકે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સૂર્ય શક્‍તિ કિસાન યોજના, સૂર્યકૂકર યોજના વગેરે. ઊર્જા સંરક્ષણ દિવસનો મુખ્‍ય હેતુ પુનઃ અપ્રાપ્‍ય ઊર્જાસ્ત્રોતોને બચાવવાનો છે. તેનાં માટે ઘણા પગલા લઈ શકાય છે.
જ્જ વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. જ્‍યાં ત્‍યાં લાઈટ અને પંખા ચાલુ હોય ત્‍યાં બંધ કરી દેવા અને ઈલેક્‍ટ્રીસીટી ઓછી વાપરે તેવા વાયરો તથા ઉપકરણોનો જ ઉપયોગ કરવો જોઈએ.

લાકડાનો ઉપયોગ ભારતમાં ઇંધણ તરીકે કરવામાં આવે છે. ગામડામાં મોટા ભાગના લોકો ખોરાક રાંધવા માટે પણ લાકડાનો ઉપયોગ કરે છે. જો એલપીજીનો ઉપયોગ ખોરાક રાંધવા માટે કરવામાં આવે તો લાકડાનો બચાવ થઈ શકે છે.
જ્જ હંમેશા આઈએસઆઈ સ્‍ટેમ્‍પ્‍ડ પાવર ટૂલ્‍સ વાળા વીજળી સાધનોનો ઉપયોગ કરવો. સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળી અને અશ્‍મિભૂત ઇંધણનો બચાવ કરી શકીએ છીએ. સૂર્યકૂકરથી ભોજન બનાવી શકીએ છીએ. સોલાર બેટરી દ્વારા વીજળીનો પણ બચાવ કરી શકીએ છીએ. બળતણ માટે ગાયનાં છાણનો પણ ઉપયોગ કરી શકાય છે. પાણીનો વધુ પડતો વેડફાટ ન કરતા જરૂર પડે ત્‍યાં જ પાણીનોઉપયોગ કરવો.

– મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

Related posts

પારડીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દ્વારા આયોજિત શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું કરાયું સમાપન

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતના પગલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

vartmanpravah

વલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્‍દોર એક્‍સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક ભીમપોર શાળાનું આશાસ્‍પદ 94.12 ટકાપરિણામ

vartmanpravah

Leave a Comment